કાનીયાડ ગામેથી ઇગ્લીંશ દારૂની ૧૦૫ બોટલ ઝડપાઇ

1450

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે આગામી લોકસભાની ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે સારૂ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ આર.આર.સેલના સ્ટાફના માણસો પાળીયાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે પાળીયાદ પો.સ્ટે.ના કાનીયાડ ગામે આરોપી વિશાલભાઇ ઓધાભાઇ બારૈયાના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૫ કુલ કિ.રૂ઼ ૪૧,૨૭૫/- નો મળી આવેલ જે દારૂનો જથ્થો તથા મોબાઇલ-૧, મળી કુલ કિ.રૂ. ૪૭,૨૭૫/- ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઇ ઓધાભાઇ બારૈયાને ઝડપી પાડેલ અને વિદેશી દારૂનો જથ્થો આલ્કુભાઇ લધુભાઇ ભાભડા/કાઠી દરબાર રહે-ભાણેજડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળો આપી ગયેલ હોય જેથી બન્ને ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleવાહનચોરીના ગુન્હાનો ફરાર આરોપી જોગસપાર્કમાંથી ઝડપાયો
Next articleભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઇ નથી ત્યાં ત્રણ ઉમેદવારે ફોર્મ ઉપાડ્યા