સેંસેક્સ ૧૮૦ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો

485

શેરબજારમાં આરબીઆઈની પોલિસી સમીક્ષાના પરિણામના એક દિવસ પહેલા મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ઉંચી સપાટી ઉપર પહોંચ્યા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સમાં નકારાત્મક માહોલ જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. બીજી બાજુ ૨૦૧૯માં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સેંસેક્સ આજે ૧૮૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૩૮૮૭૭ જોવા મળી હતી. આજે કારોબારમાં મંદી રહેવા માટે આરઆઈએલ, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈની ભૂમિકા રહી હતી. ૩૦ ઘટક પૈકી ૨૪ શેરમાં મંદી રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૪૪ની નીચી સપાટી જોવા મળી હતી તેમાં ૬૯ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન સ્થિતિ એ રહી હતી કે, તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદી જોવા મળી હતી. પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. મિડિયા અને ફાર્મા કાઉન્ટરોમાં પણ મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨૦ પોઇન્ટનો ઘટાડો રહેતા મંદી રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૧ પોઇન્ટનો ઘટાડો રહેતા ૧૪૯૮૬ની સપાટી રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ પણ નકારાત્મક રહી હતી. આજે કારોબાર વેળા ૨૭૮૦ કંપનીઓના શેરમાં ૧૫૯૫માં ઘટાડો રહ્યો હતો. ૧૦૦૮ શેરમાં તેજી રહી હતી. ૧૬૦ શેરમાં યથાસ્થિતિ રહી હતી. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે.. છેલ્લા બે મહિનામાં લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આરબીઆઈ આ વખતે ચોથી એપ્રિલના દિવસે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઇને આરબીઆઈની નાણાંકીય પોલિસી કમિટિ વ્યાજદરમાં ઘટાડો કરીને વિકાસને તેજી આપી શકે છે. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યા બાદ ધિરાણના દરો કઠોર રહ્યા છે કારણ કે, બેંકો ડિપોઝિટને વધારવાના રસ્તા પર ધ્યાન આપી રહ્યું છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક મહત્વપૂર્ણ છે. શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૮૫ પોઇન્ટ ઉછળીને ૩૯૦૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૪ પોઇન્ટ ઉછળીને ૧૧૭૧૩ની સપાટીએ રહ્યો હતો.નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. સેંસેક્સમાં નવા રેકોર્ડ હાલમાં સર્જાઇ રહ્યા છે.

Previous articleભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનહર પટેલ જાહેર
Next articleનરેન્દ્ર મોદી પીએમ પદ માટે દેશના લોકોની પહેલી પસંદ