સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે ડીજિધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

1245
bvn712018-1.jpg

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તા. ૦૬/૦૧/૨૦૧૮ ને શનિવારનાં રોજ ૐ.ડ્ઢ.હ્લ.ઝ્ર. બેન્ક દ્વારા ડિજિધન યાત્રા અંતર્ગત ન્.ઈ.ડ્ઢ. ઓડિયો-વિડિયો વિઝ્યુઅલ વાન દ્વારા વિદ્યાર્થીઓને બૅન્કની મુલાકાત કરાવવામાં આવી હતી. આ યાત્રા દ્વારા વિદ્યાર્થીઓને કેશલેસ પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી. તેમજ તેની સાથે છ.્‌.સ્., લોન, એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આમ કહીએ તો વિદ્યાર્થીઓ બેન્ક પાસે નહી પણ બેન્ક પોતે વિદ્યાર્થીઓ પાસે આવી હતી.
 આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા બેન્કની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બેન્કને લગતાં તમામ વ્યવહારનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાનાં ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. તેમજ સિહોર ૐ.ડ્ઢ.હ્લ.ઝ્ર. બેન્ક બ્રાન્ચ દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.        

Previous articleભંડારિયાની શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
Next articleબીએમ કોમર્સ ખાતે બાળકો માટે કાર્યક્રમ યોજાયો