અરવલ્લીમાં માટે ૫૮૬ કરોડ ખર્ચાયા છતાં તળાવો સુકાભઠ્ઠ

487

નર્મદા મુખ્ય નહેર આધારીત જિલ્લાના વાત્રક,માઝમ અને  મેશ્વો જળાશય તથા ૫૭ તળાવો ભરવા રૃ.૫૮૬ કરોડની ઉદવહન પાઈપ લાઈન યોજના વર્ષ ૨૦૧૧માં મંજૂર કરાઈ હતી. વર્ષ ૨૦૧૪ માં લોકાર્પણ કરાયેલી આ યોજના હેઠળ હાલ વર્ષે અંદાજે રૃ.૧૨ કરોડથી વધુનું વીજ બીલ ભરવા છતાં આ વર્ષે જિલ્લાના એક પણ તળાવમાં આ યોજના હેઠળ એક ટીપું પાણી તળાવોમાં નહી ઠલવાતાં ઠેર ઠેર પાણીના પોકાર પડી રહયા છે.અને મુંગા પશુઓ તરસથી તડપી રહયા છે.ત્યારે શાસક અને વિરોધ પક્ષ માત્ર ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં મશગૂલ નજર આવતાં પશુ પાલકો,ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ વર્તાઈ રહયો છે.

ત્તર ગુજરાતના સુકા અને અનિયમિત વરસાદવાળા વિસ્તારોને નવપલ્લવિત કરવાની યોજના હેઠળ  નર્મદા નહેરમાં થી કુલ ૧ મી.એકર ફુટ પાણીની ફાળવણી કરાઈ હતી.અને અરવલ્લી જિલ્લાના વાત્રક,માઝમ અને મેશ્વો જળાશયોમાં ૦.૬૯ મી.એકર ફુટ પાણીનો જથ્થો ફાળવી રૃ.૫૮૬ કરોડના ખર્ચે ૧૦૦ કીલો મીટર થી પણ વધુ  લાંબી પાઈપ લાઈન નખાઈ હતી. વર્ષ ૨૦૧૪માં લોકાર્પણ કરાયેલી આા યોજના હેઠળ અરવલ્લી જિલ્લાના ૫૭ સહિત ખેડા,મહિસાગર ના ૧૯ તળાવો મળી કુલ ૭૬ તળાવો ભરવામાં આવનાર હતા.

પરંતુ આ વર્ષે જિલ્લાની જરૃરીયાત ધ્યાને રાખી સિંચાઈ વિભાગ દ્વારા ૯.૧૭ એમસીએમ(મીલીયન ઘનમીટર) પાણીના જથ્થાની માંગ કરાઈ છે છતાં આજ દિન સુધી એક ટીંપુ પાણી ફળવાયું નથી. જયારે દર વર્ષે વગર પાણી એ પણ રૃપિયા ૧૨ કરોડ જેટલુ વીજીજ બીલનો ખર્ચ માથે ફટકારાઈ રહયો છે. ગત વર્ષે થયેલા ઓછા વરસાદને લઈ આજે જિલ્લાના તમામ તળાવો સુકાભઠ્ઠ બની રહયા છે.

આગામી કાળઝાળ ઉનાળાના દિવસોમાં જરૃરી પાણીનો જથ્થો સત્વરે ફાળવી અપાય તેવી માંગ જિલ્લાભરના પશુપાલકો,ખેડતો અને ગ્રામજનો દ્વારા કરાઈ રહી છે.નર્મદાના મુખ્ય નહેરમાંથી પાણી મેળવી જિલ્લાના ત્રણ જળાશયો અને ખેડા,મહિસાગર અને અરવલ્લી જિલ્લાના ૫૮ ગામોના ૭૬ તળાવમાં ૫૯૮.૨૯ એમસીએફટી પાણી ભરી પંથકની ૫૯૮૩ હેકટર વિસ્તારને લાભ પહોંચાડવા રૃ.૫૮૬ કરોડ ખર્ચાયા છે. છતાં અરવલ્લી જિલ્લાના તળાવોમાં જરૃરી પાણીની ખેંચ વર્તાઈ રહી છે.અને પાણી વગર પંથકના તળાવોના તળીયા દેખાઈ ગયા છતાં પાણી છોડવામાં નહી આવતાં તંત્ર સામે રોષ ફેલાઈ રહયો છે. અરવલ્લી જિલ્લાના ૬૮૮ ગામો પૈકી ૧૮૨ ગામો જુદીજુદી ૭ જુથ યોજના ઓ સાથે સંકળાયેલા છે.જયારે ૧૭૯ ગામો હેન્ડપંપ આધારીત અને ૩૨૭ ગામોમાં સ્વતંત્ર યોજના હેઠળ પાણીનો જથ્થો પુરો પડાઈ રહયો છે.જિલ્લામાં પીવાના પાણીની તકલીફ નીવારવા રૃ.૩.૮૫ કરોડનો માસ્ટર પ્લાન અમલી બનાવાયો છે.જે હેઠળ ૨૦૦ નવા હેન્ડપંપ,૨૦ બોર મોટર,૬ કુવા ઉંડા કરવા સહિત કુલ ૧૦૯૯૫૫ પૈકી જરૃરી ૬ હજાર હેન્ડપંપ રીપેર કરવા ૧૦ ટીમો કાર્યરત કરાઈ છે.છતાં જિલ્લાના ૨૩ ગામોમાં આવનાર દિવસોમાં ટેન્કરથી પાણી પુરૃ પાડવાની નોબત આવશે એમ સૂત્રો દ્વારા જણાવાયું હતું.

Previous articleજિલ્લાની ૬૨૪ સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરાયો
Next articleદુષ્કાળને પગલે કચ્છમાંથી ૧૪,૮૧૨ પશુ સાથે માલધારીઓની હિજરત