કોંગ્રેસે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે સીએમ ખાંડૂના કારના કાફલામાંથી રોકડ મળી છે. કોંગ્રેસે આ અંગે વીડિયો પણ જાહેર કર્યો છે. બુધવારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે પાસીઘાટમાં રૂ. ૧.૮૦ કરોડની રોકડ મળી છે. સુરજેવાલાએ કહ્યુ કે ચોકીદારની ચોરી રંગેહાથ પકડાઈ ગઈ છે.તેમણે દાવો કર્યો છે કે રાત્રે ૧૨ વાગ્યે પૈસા મળી આવ્યા હતા, સવારે ૧૦ વાગ્યે પીએમ મોદીની રેલી થઈ હતી. કોંગ્રેસે કહ્યું કે અરુણાચલના પાસીઘાટમાં રોકડ જપ્ત કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું કે બીજેપીએ કેશ ફોર વોટ ગોટાળો કર્યો છે. સુરજેવાલાએ કહ્યું કે, ’કેશ લો, વોટ દો’ પીએમ મોદીનો નારો છે.
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં કહ્યુ કે ઇઁછ, ૧૯૫૧માં કહેવામાં આવ્યું છે કે ’જો કોઈ ઉમેદવાર અથવા રાજકીય પાર્ટી એક નિશ્ચિત સીમા રાશિ (રૂ. ૫૦ હજાર અને રૂ. ૧ લાખ)થી વધારે રોકડ સાથે ઝડપાય છે અને તેની પાસે કોઈ યોગ્ય પુરાવા ન હોય તો તેને પ્રથમ નજરે દોષી માનવામાં આવશે. આ રકમનો ઉપયોગ લાંચ આપવા માટે થવાનો હતો તેવું માની લેવામાં આવે છે.”
સુરજેવાલાએ દાવો કર્યો કે સીએમ પેમા ખાંડૂ, નાયબ સીએમ ચોવના મેન, બીજેપીના અરુણાચલ શાખાના અધ્યક્ષ તાપિર ગાઓના કાફલા પર અડધી રાત્રે દરોડો કરવામાં આવ્યો હતો. સુરજેવાલાએ પશ્ન કર્યો કે આ અંગે ઈડી અને ચૂંટણી પંચ શું કરી રહ્યાં છ? તે કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહ્યાં? અરુણાચલના પાસીઘાટમાં નરેન્દ્ર મોદીની રેલી પહેલા આ મુદ્દો ઉઠ્યો છે.