મોનસુન વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે : સ્કાયમેટ

1049

દેશની એકમાત્ર ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટના કહેવા મુજબ આ વર્ષે મોનસુની વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે. દુષ્કાળ માટેની તકો ૧૫ ટકા રહેલી છે પરંતુ વધારે પડતા વરસાદની કોઇપણ પ્રકારની સંભાવના દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં આંકડા ઉદ્યોગ જગત, કૃષિ સમુદાય અને સરકાર માટે પણ ચિંતાજનક છે. સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૨.૬ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં આર્થિક વિકાસ અને ઉંચા કૃષિ વધારાની શક્યતા આ આગાહીના કારણે ધુંધળી બની છે. સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહે આગાહી કરતા કહ્યું છે કે, પેસિફિક ઓશિયન અથવા તો પ્રશાંત મહાસાગર સરેરાશ કરતા વધારે ગરમ બનતા આ સ્થિતિ સર્જાઈ છે. મોડલ આગાહીમાં માર્ચ-મે મહિનાના ગાળા દરમિયાન અલનીનોની ૮૦ ટકા શક્યતા રહેલી છે જ્યારે જૂનથી ઓગસ્ટ દરમિયાન ૬૦ ટકાની શક્યતા રહેલી છે. આનો મતલબ એ થયો કે, અલનીનો વર્ષ તરીકે રહી શકે છે. મોનસુન ૨૦૧૯માં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેનાર છે. મોનસુનની સિઝનમાં ભારતમાં વાર્ષિક વરસાદ પૈકી ૭૦ ટકા વરસાદ પડે છે. સાથે સાથે એશિયનના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રના કૃષિ સેક્ટરમાં સફળતામાં ચાવીરુપ ભૂમિકા અદા કરે છે. કોઇ એક મહિનામાં મોનસુની વરસાદ આ વર્ષે સામાન્ય રહી શકે છે. સ્કાયમેટના કહેવા મુજબ આ વર્ષે મોનસુની વરસાદ સામાન્ય રહેવાની વાત કરવામાં આવ્યા બાદ કૃષિ અર્થશાસ્ત્રીઓ પણ ચિંતિત દેખાઈ રહ્યા છે.

ભારતની ટોચની સરકારી હવામાન સંસ્થાના અધિકારીએ કહ્યું છે કે, મોનસુન ઉલ્લેખનીય રહી શકે છે. અલનીનોની અસર હોવા છતાં સામાન્ય વરસાદ રહી શકે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષમાં સ્કાયમેટની આગાહી અસરકારકરીતે પૂરવાર થઇ છે. મોનસુન ૨૦૧૯માં સામાન્ય કરતા ઓછો એટલે કે ૯૩ ટકા વરસાદ લોંગ પિરિયડ એવરેજ (એલપીએ) રહી શકે છે. જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના ગાળામાં ૮૮૭ મીમીના લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૯૩ ટકા સુધી વરસાદ પડશે. સ્કાયમેટની આગાહી મુજબ જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન સામાન્ય વરસાદની તકો ૩૦ ટકા રહેલી છે. દુષ્કાળની તકો ૧૫ ટકા, સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા ૫૫ ટકા અને વધારે વરસાદની શક્યતા બિલકુલ દેખાઈ રહી નથી. માસિક આધારલ પર વરસાદનો આંકડો ઓછોે રહી શકે છે. જૂનમાં એલપીએના ૭૭ ટકા વરસાદ પડશે જેમાં ૧૫ ટકા સામાન્ય વરસાદની તકો છે. ૧૦ ટકા સામાન્ય કરતા વધારે વરસાદની તકો છે. ૭૫ ટકા સામાન્ય કરતા ઓછા વરસાદની સંભાવના છે. જૂનમાં ૧૬૪મીમી જેટલો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે જુલાઈ મહિનામાં એલપીએના ૯૧ ટકા સુધી વરસાદ પડી શકે છે જે પૈકી ૩૫ ટકા સામાન્ય મોનસુનની સંભાવના છે જ્યારે ૧૦ ટકા તકો નોર્મલ કરતા વધારે વરસાદ પડવાની છે જ્યારે સામાન્ય કરતા ઓછા વરસાદની તકો ૫૫ ટકા સુધી રહેલી છે. એલપીએના ૯૦ ટકાથી ઓછા વરસાદની સ્થિતિ રહેવામાં દુષ્કાળની તકો વધી જાય છે. આ વર્ષે ૧૫ ટકા તકો દુષ્કાળની પણ રહેલી છે.

વરસાદના આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે, ૧૧૦ ટકા સુધી એલપીએના વરસાદની સ્થિતિમાં તેને સામાન્ય કરતા વધારે વરસાદ કહેવામાં આવે છે જ્યારે એલપીએના ૧૦૫થી ૧૧૦ વચ્ચે સિઝનલ વરસાદ થાય તો તેને નોર્મલ કરતા વધારે વરસાદ કહી શકાય છે. ૯૬થી ૧૦૪ ટકા વરસાદ નોર્મલ કહેવામાં આવે છે. જ્યારે ખુબ ઓછા વરસાદની સ્થિતિ દુષ્કાળની સ્થિતિ રહે છે. ઓગસ્ટ મહિનામાં નોર્મલ વરસાદની તકો ૫૫ ટકા અને નોર્મલ કરતા વધારે વરસાદની તકો ૧૫ ટકા રહેલી છે. ૩૦ ટકા તકો નોર્મલથી ઓછાની રહેલી છે. સપ્ટેમ્બર મહિનામાં એલપીએના ૯૯ ટકા વરસાદની શક્યતા છે. નોર્મલ કરતા ૧૫ ટકા વધુ વરસાદ આમા થઇ શકે છે. નોર્મલ વરસાદની તકો ૫૫ ટકા છે.

Previous articleવડાપ્રધાનની રેલી પહેલા પાસીઘાટમાં ૧.૮૦ કરોડ મળ્યા,ચોકીદારની ચોરી રંગેહાથ પકડાઇઃ કોંગ્રેસ
Next articleબંગાળના વિકાસની આડે સ્પીડ બ્રેકર બનેલ દીદીને ઉખાડી ફેંકોઃ નરેન્દ્રમોદી