તળાજાની આરાદ્યા વિદ્યાસંકુલ ખાતે તાજેતરમાં અસ્મિતા પર્વ પ્રથમ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ માર્ગદર્શન સેમીનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
શાળાના આ કાર્યક્રમમાં સંચાલક વૈભવ જોશીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ લોક સાહિત્યકાર માયાભાઇ આહિર, જીગલી-ખજુરની ટીમ, આંતર રાષ્ટ્રીય યોગ પ્લેયર જાહ્નવી મહેતા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્દબોધન સાથે અભૂતપૂર્વઅને ગૌરવપૂર્ણ કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓની મેઘધનુષ સમાન સિદ્ધિઓને મોમેન્ટો આપી બિરદાવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં આદીવાસી નૃત્ય, હુડો નૃત્ય તેમજ યોગાસન કૃતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.