સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સન્માન સમારોહ યોજાયો

634

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ બાલમંદિર તેમજ ધો.૧ થી ૫ માં લેવાયેલ વિદ્યામંજરી ટેસ્ટ પ્રોગ્રામ ટેસ્ટ અંતર્ગત એ+ થી સી ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૬૮ વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા. તેમજ ડી થી એફ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૯૪ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત ઇનામો આપી સન્માનીત કરવામાં આવ્યા. બાલમંદિર તેમજ ધો.૧ થી ૫માં જે વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાથીનાં વાલી દ્વારા ઇનામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલા બ્રહ્મસમાજના અગેવાન સેફાદાદાનાં આંગણે મહામંડલેશ્વરોનો મીની કુંભ યોજાયો