દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ મથકમાં બે વર્ષ પૂર્વે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં બે વર્ષથી ફરાર નવાપરા વિસ્તારમાં રહેતા શખ્સને એલસીબી ટીમે ઝડપી લીધો હતો.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળી આવેલ બાતમી આધારે ભાવનગર,એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આવતાં દાહોદ જિલ્લાનાં રણધીકપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦, ૫૦૬(૨),૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રજાકભાઇ ઉર્ફે ઇભુભાઇ કાસમભાઇ ઉંમરભાઇ સલોત ઉ.વ.૪૮ ધંધો-વાહન લે-વેચનો રહે.ઇદગાહ મસ્જીદ સામે,તબેલા કેમ્પની બાજુમાં, નવાપરા, ભાવનગરવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ. ઇસમની પુછપરછ કરતાં પોતાને ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફનાં પ્રદ્યુમનસિંહ ગોહિલ, હર્ષદભાઇ ગોહિલ, ભહિપાલસિંહ ચુડાસમા, મીનાઝભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.