બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પદે અલ્પાબા ચુડાસમાની વરણી

680

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ તરીકે અલ્પાબા ચુડાસમાની વરણી કરવામાં આવી હતી. જેમાં જીતુભાઇ વાઘાણી, મનસુખભાઇ માંડવીયા, સૌરભભાઇ પટેલ, ભારતીબેન શિયાળ, મહેશભાઇ કસવાલા, સુરેશભાઇ ગોધાણી, નયનાબેન સરવૈયા સહિતના આગેવાનો તેમજ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નિમણુંક કરવામાં આવી હતી.

બરવાળા તાલુકાના ટીંબલા ગામના વતની અને બરવાળા તાલુકા પંચાયતના સભ્ય અલ્પાબા વિજયસિંહ ચુડાસમાને બોટાદ જિલ્લા ભારતીય પાર્ટીના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, બરવાળા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબભા ચુડાસમાના પુત્રવધૂ છે.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે સામાન્ય જ્ઞાન કસોટીના ઇનામો
Next articleબોટાદમાં ચૂંટણી સંદર્ભે સઘન પેટ્રોલીંગ