ઢસા પો.સ્ટે. વિસ્તારમાંથી એક મહિનામાં ૪૦૦ અટકાયતી પગલાં 

1355

આચારસંહિતા ના અમલીકરણ માટે સમ્રગ ચુંટણી પ્રકિયા મુક્ત અને નિર્ભક વાતાવરણ માં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.ઇન્સપેક્ટર એચ.એલ.જોષી સાહેબ તથા સ્ટાફ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી અલંગ અલંગ ગુન્હા માં અંદાજે ૪૦૦ વ્યક્તિ વિરુધ્ધઅટકાયતી પગલાં લેવામાં આવ્યાં હતાં. જેમાં સી.આર.પી.સી. કલમ. ૧૦૭. ૧૫૧. ૧૧૬(૩) અટકાયતી પગલાં- ૧૪૦, સી.આર .પી.સી. કલમ.૧૦૯ અટકાયતી પગલાં -૧૯, સી.આર .પી.સી. કલમ.૧૧૦.જી અટકાયતી પગલાં  -૨૨૩, પ્રોહી-૯૩અટકાયતી પગલાં  -૧૯, જી.પી.એક્ટ ૫૫.૫૬.૫૭. (હદપાર) અટકાયતી પગલાં -૩, જી.પી.એક્ટ ૧૨૨ઝ્ર અટકાયતી પગલાં -૧ પાસા-૧, પરવાના વાળા હથિયારો જમાં લેવામાં આવ્યાં હતાં જુગાર- ધારા-૫ કેસ  તથા પ્રોહીબીશન ને લગતા ૪૩ કેસ  તથા જાહેરનામા ભંગ બદલ ૧૩૫,મુજબ-૬ કેસ તેમજ  /પ્રોહીબીશન જુગાર ની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ તેમજ ચુંટણી લક્ષી બે ચેક પોસ્ટ પર કાર્યરત કરવામાં આવેલ તેમજ  ઢસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ.

Previous articleબોટાદમાં ચૂંટણી સંદર્ભે સઘન પેટ્રોલીંગ
Next article૪૦ હજારની ચોરીનો ભેદ ઉકેલતી બોટાદ પોલીસ ટીમ