બોરતળાવ વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત

957
bvn1282017-8.jpg

મહાપાલિકા દ્વારા શહેરમાં મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૧૦-૯ના રોજ વોર્ડ નંબર-૯, બોરતળાવ વોર્ડમાં બાલવાટીકા ખાતેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ કરાયા. જે રથ બોરતળાવ બાલવાટીકા, કુમુદવાડી મેઈન રોડ, દેસાઈનગર, શાંતિનગર, મીલ્ટ્રી સોસાયટી, દુધની ડેરીવાળો ચોક, આચાર્યકુળ, સતનામ ચોક વિસ્તારમાં ફર્યો હતો. આ કાર્યક્રમનું સમાપન મા નર્મદા મહોત્સવની ડોક્યુમેન્ટરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ મસ્તરામ બાપા મંદિર ચોક ખાતે થશે. આ કાર્યક્રમમાં મેયર નિમુબેન બાંભણીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, કોર્પોરેટર અશોકભાઈ બારૈયા, કોર્પોરેટર કંચનબેન રાઠોડ, કોર્પોરેટર માયાબા જેઠવા, કમિશ્નર એમ.આર. કોઠારી દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Previous articleદક્ષિણામૂર્તિ સાથે સુગમ ગીતોનો કાર્યક્રમ યોજાયો
Next articleદક્ષિણ સરદારનગર વોર્ડમાં નર્મદા રથની આરતી ઉતારી