ડુપ્લીકેટ નોટોના જથ્થા સાથે બે ઝડપાયા

824
bvn712018-4.jpg

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફે સંયુક્ત ઓપરેશન કરી રૂપિયા ૯,૬૭,૫૦૦/- ની ૨૦૦૦ તથા ૫૦૦ ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે વલ્લભીપુર બરવાળારોડ અયોધ્યાપુરમથી નવાગામ જવાના રસ્તે જીયા ફેકટરી સામેથી બે આરોપીને ઝડપી પાડેલ.
આ બનાવની વિગત એવી છે કે, મોડી રાત્રે ભાવનગર એસ.ઓ.જી. પોલીસના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ તથા વલ્લભીપુર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સ્પ્લેન્ડર મોટર સાયકલ નં-ય્ત્ન-૪-મ્ઊ-૯૭૭૪ ઉપર ત્રણ ઇસમો દલસુખભાઇ પટેલ, જગાભાઇ ભુરખીયા, અશોકભાઇ ભરવાડ પોતાની પાસે જાલીનોટ સાથે બરવાળાથી વલ્લભીપુર તરફ આવે છે જેથી પોલીસ બાતમી આધારે અયોધ્યાપુર તરફ આરોપીની તપાસમાં જતા બાતમીવાળા મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા તેને મોટર સાયકલ રોકેલ નહી અને અયોધ્યાપુરમથી નવાગામ તરફ મોટર સાયકલ ભગાડેલ જેથી પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરતા આરોપીઓ નવાગામરોડ ઉપર જીયા ફેકટરી સામે પોતાનું મોટર સાયકલ મુકી ભાગવા જતા બે આરોપીઓ જગાભાઇ રેવાભાઇ ભુરખીયા ઉ.વ.૩૨ રહે. રાજપરા (ભાયાતી) ગામ તા. વલ્લ્ભીપુર, દલસુખભાઇ ભીખાભાઇ ભાવનગરીયા/પટેલ ઉ.વ.૪૩ રહે. લાઠીદડ ગામ, ઉપરકોટ વિસ્તાર તા.જી.બોટાદવાળાને ઝડપી પાડેલ જ્યારે આરોપી અશોકભાઇ જેઠાભાઇ ચોસલા રહે. સમઢીયાળાનં-૨ ગામ તા.જી.બોટાદવાળો અંધારામાં નાશી ગયેલ. પકડાયેલ આરોપીઓ પાસેથી  બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૯,૬૭,૫૦૦/- ઝડપી પાડેલ જેમા રૂપિયા ૨૦૦૦ ના દરની નોટ નંગ-૪૩૯ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૧૭૯ છે. તેમજ આરોપી પાસેથી મોટર સાયકલ તથા મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૩૫,૭૫૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી મોડી રાત્રે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમાર ચલાવી રહ્યા છે. 
આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જી.પી.જાની, હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, પંકજભાઇ મકવાણા, પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા, જીતેન્દ્રસિંહ જાડેજા, નિતિનભાઇ ખટાણા, હરેશભાઇ ઉલવા, મહિપાલસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, રાજદીપસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, વલ્લભીપુર પોલીસના એ.એસ.આઇ. એ.ડી.પંડયા તથા પોલીસ કોન્સ. રાજવિરસિંહ જાડેજા જોડાયા હતા.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો ૮૭મો સ્થાપના દિવસ ઉજવાયો
Next articleસરકારનો આદેશઃ વધારાની ફી પરત ન કરતી શાળા સામે પગલાં ભરો