સિંધી સમુદાયના ઇષ્ટદેવ ભગવાન જુલેલાલનો જન્મદિવસ અને નુતનવર્ષનો પ્રારંભ એટલે ચેટીચાંદ મહાપર્વની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવશે. તારીખ ૬ઠ્ઠી, શનિવાર ચેટીચાંદ મહાપર્વ નિમિત્તે સિંધુદામ જુલેલાલ સાંઇબાબા મંદિર, સેક્ટર-૩૦ ખાતે સવારે ૧૦-૩૦ કલાક, ચેટીચાંદની બહેરાણો સાહેબ, ભજન, સંગીતના કાર્યક્રમો યોજાશે.