બાપુ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં પ્રોજેક્ટ ફેર યોજાયા

644

બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસની સંલગ્ન સંસ્થા શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે તાજેતરમાં ઇનોવેટિવ પ્રોજેક્ટસ પ્રદર્શન યોજાયુ હતું.

જેમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા સી.ઇ., આઇ.ટી., ઇ.સી. ઇલેક્ટ્રીકલ, સિવીલ અને મિકેનીકલ બ્રાન્ચનાં કુલ ૧૦૬ વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારીત પોતાના પ્રોજેક્ટો બનાવીને પ્રદર્શનમાં રજુ કર્યા હતા. પ્રદર્શનમાં બેસ્ટ ત્રણ પ્રોજેક્ટની પસંદગી કરીને આંતરરાષ્ટ્રીય જનરલ આઇઇઇઇમાં એવોર્ડ માટે મોકલવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ભરતસિંહ વાઘેલા, નિલરાજસિંહ વાઘેલા, સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રવિકુમાર, એન્જિનીયરીંગ બ્રાન્ચના પ્રિન્સિ. ડો.કિંજલ અધવર્યુ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleશ્રી બાવન વાંટા રાજપૂત સમાજ દ્વારા શંકરસિંહ વાઘેલાને આમંત્રણ
Next articleપિતાને કોંગ્રેસમાંથી ટિકીટ મળતા પુત્રએ ભાજપ સાથે છેડો ફાડયો