સરકારે બજેટની તૈયારી શરૂ કરી

667
guj712018-4.jpg

વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામો અને લોકસભાની માથે ગાજી રહેલી ચૂંટણી વચ્ચે જીએસટીના અમલવારી સાથેનું પ્રથમ બજેટની તૈયારી જોરશોરથી આવી રહી છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટને લઈને વિભાગવાર સમીક્ષાઓ શરુ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં શ થનાર બજેટ સત્ર માયે 
નાણાં વિભાગે તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગત બજેટ વખતથી જ સરકારે પ્લાન અને નોન પ્લાન ખર્ચ અલગ-અલગ બનાવવાના બદલે એક જ હેડ હેઠળ લઈ જવા આવ્યા છે. તો બીજીબાજુ સરકારની આવકમાં ૧૨થી ૧૬ ટકાનો વધારો થયો હોવાથી લોકભોગ્ય બજેટ રહે તેવા સંકેતો નાણાં મંત્રાલય તરફથી મળી રહ્યા છે સામે વિવિધ વધારા ખર્ચને પહોંચી વળવા માટે ગત વર્ષ કરેલી જોગવાઈના પરિણામે પુરાંત ઘટશે.
રાજ્ય સરકારની સ્ટેમ્પ્ની, વેટની મોટર વાહનની આવકમાં વધારો થયો છે. વેટની આવકમાં વધારાની ૬ ટકા વધે તેવા સંકેતો છે. જયારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ૧૬ ટકાનો વધારો નોંધનીય રહેવા પામ્યો છે. રાજ્ય સરકારની તિજોરીમાં વિવિધ હેડ હેઠળ આવેલા વેરાની આવક આવતા બજેટમાં કેટલીક રાહત બની રહેશે પરંતુ પુરાંતનો વધારો થવો મુશ્કેલ હોવાનું સચિવાલયના સૂત્રોમાંથી જાણવા મળે છે.
સામે જીએસટીના કારણે વેરાની આવક્માં મોટા ગાબડાની ભીતિ સેવાઈ રહી છે. કેન્દ્રીય કરવેરાનો મળતો હિસ્સો રાજ્યવેરામાં મળેલી વધારાની આવક અને સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને લઈને પુરાંતમાં ઘટાડો થશે. ગત વર્ષ બજેટનું કદ ૧.૭૨ લાખ કરોડનું હતું જેમાં ૧૦ ટકાની આસપાસ વધારો થાય તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આગામી ૨૦-૮-૧૯ના બજેટનું કદ ૧.૮૦ લાખ કરોડશ્રું રહેવાનો અંદાજ છે તો ૬૬૦૦ કરોડની પુરાંતનો અંદાજ વધતી આવકના કારણે મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્વની યોજનાઓ જાહેર કરવામાં આવશે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે કલ્યાણપ પુરવાર થશે.

Previous articleસરકારનો આદેશઃ વધારાની ફી પરત ન કરતી શાળા સામે પગલાં ભરો
Next articleકોંગ્રેસના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી નિમાયા