અમદાવાદઃ દાણીલીમડા પાસે થયો બ્લાસ્ટ, ૩ના મોત ૨ ઘાયલ

689

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા પીરકમાલ ચાર રસ્તા પરના અપ્સરા કોમ્પલેક્ષમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભાગદોડ મચી હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોમ્પલેક્ષમાં ઘડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ બની ગયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે.  મહત્વનું છે, કે કોમ્પલેક્ષમાં બ્લાસ્ટ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે ઇમરજન્સી સેવા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઘાયલોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.દાણીલીમડા વિસ્તારમાં આવેલા પીરકમાલ કોમ્પલેક્ષમાં થયેલા બ્લાલ્ટમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સ્થળપર જ મોત થયેલા વ્યક્તિઓના નામ ભારતીબેન, ફરીદભાઇ અને રસીકભાઇનો સમાવેશ થાય છે.

જ્યારે આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ઘાયલોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

Previous articleકાળઝાળ ગરમીના પગલે પ્રાથમિક શાળાઓ સવાર પાળીમાં ચલાવાશે
Next articleમુખ્યમંત્રીની ગાડી આગળ કોંગ્રેસે લગાવ્યા ’ચોકીદાર ચોર હે’ના નારા