મુખ્યમંત્રીની ગાડી આગળ કોંગ્રેસે લગાવ્યા ’ચોકીદાર ચોર હે’ના નારા

683

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ફરાવની ગુરૂવારે છેલ્લી તારીખ છે. ત્યારે ઉમેદવારો ફોર્મ ભરવાની નીકળ્યા છે. તો સુરત અને બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભા હતી. સાથે સાથે ઉમેદવારો કલેક્ટર કરેચીમાં ફોર્મ ભરવા ગયા હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ ચોકીદાર ચોરના સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. આમ વાતાવરણ વધારે તંગ બન્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાલનપુર કલેક્ટર કચેરીમાં ઉમેદાવોર પોતાનું ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે કલેક્ટર કચેરી આગળ બંને પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાટીદાર ચોરનાં નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર પરબત પટેલની ગાડી આગળ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુત્રોચાર કર્યા હતા. આમ સુત્રોચ્ચાર કરતા બંને પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જેના પગલે વાતાવરણ તંગ બન્યું હતું.

આવી જ બીજી ઘટના બની સુરતમાં. સુરત કલેક્ટર કચેરી સામે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતા.

આ સમય દરમિયાન બંને પક્ષોના સમર્થકો એક બીજા ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું સૂત્રોના જણાવ્યું હતું. મહિલાનું અપમાન કરવામાં આવ્યું હોવાના પગલે કોંગ્રેસ અને ભાજપના લોકો વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પુરુષો વચ્ચે મારામારી થઇ હતી. હવે બંને પક્ષોના સમર્થકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. પોલીસ વચ્ચે પડી હોવા છતાં પણ બંને પક્ષોના કાર્યકર્તાઓ શાંત પડવા તૈયાર નથી. બંને પક્ષોના સમર્થકો વધારે ઉગ્ર બની રહી છે. સાથે સાથે પોલીસ પણ બળપ્રયોગ શરૂ કર્યો હતો.

Previous articleઅમદાવાદઃ દાણીલીમડા પાસે થયો બ્લાસ્ટ, ૩ના મોત ૨ ઘાયલ
Next articleસૌરાષ્ટ્ર-અરબી સમુદ્રમાં હાઈપ્રેસર સિસ્ટમ સર્જાઈ, ગરમી વધવાની આગાહી