સૌરાષ્ટ્ર-અરબી સમુદ્રમાં હાઈપ્રેસર સિસ્ટમ સર્જાઈ, ગરમી વધવાની આગાહી

857

હીટવેવની અસરથી રાજ્યના ૯ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી પાર કરી ગયો છે.

અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૩ ડિગ્રી થયું નોંધાયું હતું. તેમજ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઇપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં ગરમીમાં વધારો થશે. ખાસ કરીને અમદાવાદ, અને સુરેન્દ્રનગર, અમરેલી જેવા કેટલાંક શહરોમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

છેલ્લા ૨-૩ દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે બુધવારે રાજકોટમાં સૌથી વધુ તાપમાન ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું. જ્યારે આજે ૪૨ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે. જેને લઈને બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યાં હોવાથી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

એપ્રિલના સામાન્ય મહત્તમ તાપમાન કરતા ૫ ડિગ્રી પારો ઉંચકાઇ ગયો છે. રાજકોટ મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધી પાની દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેરીજનોને બપોરના ૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

શહેર      તાપ.(ડિગ્રી)

અમદાવાદ           ૪૩.૭

ડિસા       ૪૩.૨

ગાંધીનગર           ૪૨.૬

વડોદરા                ૪૧.૬

સુરત      ૩૬.૪

અમરેલી               ૪૩.૨

ભાવનગર            ૪૦.૧

પોરબંદર              ૩૪.૬

રાજકોટ ૪૨.૮

સુરેન્દ્રનગર          ૪૩.૪

ભુજ        ૪૨.૮

કંડલા એરપોર્ટ    ૪૨.૨

કંડલા પોર્ટ            ૩૭.૯

Previous articleમુખ્યમંત્રીની ગાડી આગળ કોંગ્રેસે લગાવ્યા ’ચોકીદાર ચોર હે’ના નારા
Next articleગુજરાત : ભાજપ-કોંગ્રેસના ૨૬ ઉમેદવાર જાહેર