બડેલી પ્રાથમિક શાળામાં ધો.૮ નો વિદાય સમારંભ યોજાયો

1014

બડેલી પ્રાથમિક શાળા તા.પાલીતાણામાં ધો.૮નાં વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રમેશભાઇ ચુનીલાલ વોરા તેમજ સીઆરસી પ્રતાપસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિપ પ્રાગટ્ય દ્વારા થઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા યારો દોસ્તી, મારી ઘુમર નખરાળી, દાદીમા મારી સોંગ તેમજ ભૂલકણી ડોશી નાટક આકર્ષક રીતે રજુ કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક મેહુલભાઇ રાઠોડ દ્વારા મુજ શાળાથી ગીત લાગણીસભર રીતે રજુ કરાયું હતું. ત્યારબાદ શાળાના બધા જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આશિર્વચન આપવામાં આવ્યા હતા. ધો.૮ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વરચિત કાવ્ય, શાળા ગીત તેમજ શાળામાં તેમના યાદગાર સંસ્મરણો રજુ કરવામાં આવ્યા હતા. ધો.૮ ના બધા જ બાળકોને ગિફ્ટ તરીકે ફોલ્ડર ફાઇલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બડેલી પ્રાથમિક શાળાના શિક્ષકો, મેહુલભાઇ રાઠોડ, પરવેઝભાઇ મલેક, જલ્પેશભાઇ પટેલ, દિપાલીબેન દેસાઇ, શિવાનીબેન ગોસ્વામી તેમજ આચાર્ય દિનેશભાઇ સચાણિયાએ જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

Previous articleદામનગરની મુખ્યબજારમાં રસ્તા ખુલ્લા કરાવતી પોલીસ
Next articleવલ્લભીપુર ખાતેના સ્વીમી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ભોજન સુવિધા