આગામી તા.૨૩ એપ્રિલનાં રોજ ભાવનગર લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીમાં મતદાન અર્થે જાગૃતિ આવે તેવા આશયથી વિવિધ કાર્યક્રમો ચૂંટણી અધિકારીનાં આદેશથી યોજવામાં આવે છે તેમાં આજે શહેરનાં નિલમબાગ સર્કલ ખાતે મતદાન કરવાનાં સંકલ્પ સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એસબીઆઇનાં તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સહી કરીને મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.