ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

774

રિબેટ યોજનામાં ૩ કરોડ ૬૦ લાખ જેવી રકમ પ્રાપ્ત થઇ

ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનામાં તા.૨, એપ્રિલથી તા.૪ એપ્રિલ સુધીમાં રૂા.૩ કરોડ ૬૦ લાખ ઉપરાંતની રકમ વસુલાય છે. ભાવનગર શહેરમાંથી ૨૨ લાખ ૩૨ હજાર જેવા કરદાતાઓ છે. આ વેરામાં ઘરવેરો, સફાઇવેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, શિક્ષણ ઉપકર, પાણી વેરો એન સોલીડ વેસ્ટ યુઝર્સ ચાર્જનો સમાવેશ થાય છે. મહાનગર સેવાસદનમાં વેરા ટેક્ષ વસુલાત માટે તંત્ર દ્વારા સારી એવી ઝુંબેશ આદરી છે. રિબેટ યોજના તા.૩૦ એપ્રિલ સુધી ચાલશે.

૫૭ સિંસોડાઓ પાસેથી ફીના રૂા.૧૦ લાખ વસુલાયા

ઉનાળાની સીઝનમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં શેરડીના સિસોડા ઉભા રહે છે. રસ માટેના આવા ૫૭ જેટલા સિસોડામાંથી ૫૩ જેટલા સિસોડાના લાયસન્સ ફી વસુલાયા છે. જે રકમ રૂા.૧૦ લાખ જેવી થાય છે. આ સિસોડાવાળાઓ પાસેથી ડિપોઝીટ પેટે રકમ પણ લેવામાં આવે છે. જે રકમ અંદાજે અઢી લાખ જેવી જમા બતાવે છે. અગાઉ ૫૦ ટકા જેવી રકમ ભરાતી  નહોતી પરંતુ વિભાગના વડા પંડિતની કડકાઇના કારણે આવી વસુલાતો ચાલી રહી છે.

પાંચ હજાર કિલો રજકો પકડાયો પાંજરા પોળમાં મોકલાયો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાંચ હજાર કિલો રજકો પકડી પાડી આ રજકો અકવાડા ગૌશાળાઓમાં મોકલી આપવામાં આવ્યો છે. આ રજકો ગૌશાળાઓમાં રખાતા ઢોરને ખવરાવવામાં આવે છે. આમ રજકા માટેની ઝૂંબેશ તંત્ર દ્વારા સઘન રીતે ચાલી રહી છે.

કુંભારવાડા અને ગંગાજળીયા માર્કેટના દબાણો દૂર કરાયા

ભાવનગર કુંભારવાડા શીતળામાતાના મંદિર નારીરોડ વિસ્તારમાંથી નાના મોટા અડચણ રૂપ દબાણો દુર કરવામાં આવ્યા છે. આ લત્તામાં રોડ રસ્તા પર ચાલવા માટે લોકોને ભારે અગવડો ઉભી થતી તેમાં રાહત થવા પામી છે. ગંગાજળીયા શાકમાર્કેટ પાસેના વિસ્તારમાં રસ્તા પર આડેધડ દબાણો થતા આવા દબાણો પણ ખસેડી નાખવામાં આવ્યા છે.

શેત્રુંજી કેનાલની વરસાદ પહેલા થતી સાફસુફી

શેત્રુંજી ડેમ વિસ્તારમાં કેનાલની સાફસુફીનું કામ થતા શેત્રુંજીના પમ્પ રીપેરીંગનું કામ પણ ચાલી રહ્યું છે. શેત્રુંજી કેનાલ વિસ્તાર અને ભીકડા કેનાલ પાણી આવવાના સ્થળોએ પણ સઘન સફાઇ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ચોમાસા પૂર્વે શરૂ કરી દેવામાં આવી છે.

સેવાસદનમાં આ ઘટના બીજી વખતની છે.. બોલો

મહાનગર સેવાસદનેથી તાજેતરમાં રૂા.૧ લાખ જેવી રકમ બીનવારસી મળી આવતા આ અંગે સેવાસદને આ રકમ કબ્જે કરી લીધી છે.એવુ પણ કેવાય છે કે આવી રકમ સેવાસદનમાં બીજી વખત મળવામાં છે. આવી ઘટના અગાઉ પણ બન્યાની ચર્ચા સાંભળવા મળી રહી છે.

Previous articleભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ૧૭ ફોર્મ ભરાયાં
Next articleકોંગ્રેસનાં મનહર પટેલે ઉમેદવારી નોંધાવી