પએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ પોતાના નવા સર્વેને ટાંકીને કહ્યુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં નોકરી માટેની ઇચ્છા ધરાવનાર ઘરોમાં ૬૪ ટકાને ત્યાં ઘરમાં કોઇને કોઇ સભ્યને નોકરી ચોક્કસપણે મળી છે. આ સર્વે ૨૭૦૦૦ લોકોને આવરી લઇને કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. આ સર્વેમાં ૫૫ ટકા શહેરી અને ૪૫ ટકા ગ્રામીણ વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે પાંચ વર્ષમાં જનરેટ થનાર કુલ નોકરી પૈકી ૨૧ ટકા નોકર સરકારી સ્તર પર જનરેટ થઇ છે. જ્યારે બાકીની નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં થઇ છે. પીપીપીમાં પણ મોટા પાયે નોકરીની તકો સર્જાઇ છે. હાલમાં જ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવાંમાં આવ્યુ છે કે ૭૫ ટકા ઘરોએ કહ્યુ છે કે તેમના ત્યાં નોકરીની જરૂર હતી અને તેમાં ૬૪ ટકાના ત્યાં નોકરીની તક સર્જાઇ ગઇ છે. વર્ષ ૨૦૧૪થી લઇને વર્ષ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં રોજગારી મળી ગઇ છે. સૌથી વધારે રોજગારી મહાનગરોમાં લોકોને મળી છે. રોજગાર મેળવી લેનાર લોકોમાં ૮૬ ટકા લોકોની વય ૧૮-૩૫ વર્ષની નોંધાઇ છે. પીએચડી ચેમ્બર્સના પ્રમુખ રાજીવ તલવારે કહ્યુ છે કે આ અવધિમાં સૌથી વધારે ૬૦ ટકા નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં મળી ગઇ છે. જ્યારે સરકારી સેક્ટરમા ૨૧.૨ ટકા રોજગારી આપવામાં આવી છે. ૫.૨ ટકા લોકો સ્વરોજગારની પસંદગી કરી ચુક્યા છે. જ્યારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં ક્રમશ ૫.૧ અને ૩.૩ ટકા રોજગાર આપવામાં આવ્યા છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે મોટી અને મધ્યમ કંપનીઓમાં ૪૯ ટકા લોકોને રોજગારી મળી છે. જ્યારે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૧ ટકા રોજગાર આપવામાં આવી રહ્યા છે. રોજગાર આપનાર સેક્ટરોમાં બેકિંગ, એજ્યુકેશન અને ટ્રેનિંગ, આઇટી જેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. નોકરી મેળવી ચુકેલા ૬૦ ટકા લોકોના પગાર ૧૦ હજારથી લઇને ૫૦ હજાર સુધી રહેલા છે. તલવારના કહેવા મુજબ આગામી દિવસોમાં રોજગારની તક વધારે સર્જાઇ શકે છે.
મોદી સરકાર દ્વારા એમએસએમઇ સેક્ટરમાં કરવામાં આવેલા ધરખમ સુધારાના સારા પરિણામ મળવા લાગી ગયા છે. આ જ કારણ છે કે આ નોકરી આપનાર સૌથી મોટા સેક્ટર તરીકે છે. સરકારી સ્કીમો અને નાણાંકીય યોજનાની મદદથી સ્વરોજગારની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. કુલ જોબમાં ૫૧ ટકા હિસ્સેદારી એમએસએમઇ સેક્ટરની રહેલી છે. જે સારા સંકેતો આપે છે. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ અવધિમાં હાંસલ કરવામાં આવેલી નોકરી પૈકી કેટલી નોકરી કાયમ રહી છે અને કેટલી નોકરી પાછી જતિ રહ છે તે અંગે હાલમાં કોઇ આંકડા મળી રહ્યા નથી. જો કે રિપોર્ટમાં હમેંશા કહેવામાં આવે છે કે પ્રાઇવેટ સેક્ટરમાં હાયરિંગ અને ફાયરિંગનો દોર ચાલતો રહે છે. લોકસભા ચૂંટણીને લઇને પ્રચારમાં તમામ નેતાઓ વ્યસ્ત છે ત્યારે આ આંકડા પણ મુદ્દો બની શકે છે. રોજગારનો મુદ્દો રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ મુદ્દાને જોરદાર રીતે ચગાવી રહ્યા છે. આવી સ્થિતીમાં આ મુદ્દાની પણ યુવા લોકોમાં સીધી અસર જોવા મળી શકે છે. સરકાર માટે પણ સ્રેવના તારણ રાહત આપનાર સમાન છે.