લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિસ્તારમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે તા. ૨૮મી માર્ચ, ૨૦૧૯થી સ્ટેટીક સર્વેલન્સની ૨૩ ટીમો કાર્યરત બની છે. પાંચ વિધાનસભા મતદાર વિભાગના ૨૩ સ્થળો પર રાઉન્ડ ધ કલોક આ ટીમો કાર્યરત છે. અત્યાર સુધી આ ટીમે ૪,૮૮૪ વાહનોનું ચેકીંગ કર્યું છે.
સ્ટેટિક સર્વેલન્સ ટીમના નોડલ ઓફિસર શ્રી મહાવીરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં શાંતિમય માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.કે.લાંગાના માર્ગદર્શન હેઠળ તા. ૨૮મી માર્ચ, ૨૦૧૯ થી સ્ટેટિક સર્વેલન્સની ટીમો કામ કરી રહી છે.
ગાંધીનગર જિલ્લાના કુલ- ૨૩ નાકાઓ પર આ ટીમો રાઉન્ડ કલોક પોતાની ફરજ બજાવી રહી છે. જેમાં દહેગામમાં ૩, ગાંધીનગર (દક્ષિણ)- ૫, ગાંધીનગર (ઉત્તર) માં ૬, માણસામાં ૫ અને કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં ૪ નાકોઓ નક્કી કરવામાં આવ્યા છે.
તા.૦૫ એપ્રિલ, ૨૦૧૯ સુધીમાં ટીમ દ્વારા કુલ- ૪,૮૮૪ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. તેમજ ૧૨,૬૭૮ વ્યક્તિઓનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે.
તા. ૦૫ એપ્રિલ, ૨૦૧૯ ના સવારના ૭.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક દરમ્યાન કુલ- ૨૩૫- વાહનો અને ૫૪૦ વ્યક્તિઓનું ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં દહેગામ ૫૪- વાહનોતથા ૧૪૮- વ્યક્તિઓ, ગાંધીનગર(દ)માં ૩૪ – વાહનો અને ૭૯- વ્યક્તિઓ, ગાંધીનગર (ઉ)માં ૪૨- વાહનો અને ૧૦૭ – વ્યક્તિઓ, માણસામાં ૬૨ વાહનો અને ૧૨૪ – વ્યક્તિઓ તથા કલોલ વિધાનસભા મતદાર વિભાગમાં ૪૩- વાહનો અને ૮૨ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે.