સપાએ ઘોષણાપત્ર જાહેર કર્યુંઃ ભાજપ પાસે બતાવવા માટે કંઇ નથી

451

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે શુક્રવારે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ. ઘોષણાપત્રનું એલાન કરતી વખતે અખિલેશ યાદવે જણાવ્યુ કે સામાજિક ન્યાયથી મહાપરિવર્તનના વિચાર સાથે અમે ચૂંટણીમાં ઉતર્યા છે. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન પર આધારિત અમારા ડોક્યુમેન્ટ જનતાને સમર્પિત છે. આ દરમિયાન મોદી સરકાર પર ખૂબ હુમલા કરીને તેમની નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યુ કે ભાજપ પાસે જનતાને બતાવવા માટે કંઈ પણ નથી.

અખિલેશ યાદવે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતા કહ્યુ, ’અમીરી-ગરીબીની ખીણ ઉંડી થઈ ચૂકી છે. અમે બધા વર્ગોના હિતોનું ધ્યાન રાખીશુ. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન એક નવી દિશા- એક નવી આશા સાથે અમે લક્ષ્ય નક્કી કર્યા છે. અખિલેશ યાદવે કહ્યુ કે પ્રાથમિક શિક્ષણને ઠીક કર્યા વિના કંઈ સરખુ થઈ શકે નહિ. દેશમાં જીએસટી લાગુ થવાથી વેપારીઓને નુકશાન થયુ છે. નોટબંધીથી વેપારી બહાર નહોતા નીકળ્યો કે જીએસટીએ તેમની કમર તોડી નાખી.’ તેમણે કહ્યુ કે સબકા સાથ સબકા વિકાસ માટે બધાએ સાથે આવવુ પડશે. અમે તો ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીના પક્ષમાં છીએ. મહિલાઓને સમાન સમ્માન આપ્યા વિના વિકાસ અધૂરો છે.

ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ પાસે બતાવવા માટે કોઈ કામ નથી. ભાજપ સરકાર બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યાના આંકડા છૂપાવી રહી છે. એ જરૂરી છે કે બધા આંકડા જનતા સામે આવે. પોતાના કાર્યકાળમાં કરાયેલા કામોનો ઉલ્લેખ કરતા અખિલેશ યાદવે કહ્યુ કે જો તે સત્તામાં આવશે તો એ કામોને જરૂર પૂરા કરશે જે અધૂરી રહી ગયા હતા.

Previous articleસ્ટેટીક સર્વેલન્સની ટીમો દ્વારા તા. ૫ એપ્રિલ સુધીમાં કુલ- ૪,૮૮૪ વાહનોનું અને ૧૨,૬૭૮ વ્યક્તિઓનું ચેકીંગ કર્યું
Next articleનોટબંધીનો નિર્ણય ખૂબ ઘાતક પુરવાર થયો : રાહુલનો આક્ષેપ