લોકસભા ચુંટણીને લઈને રાજકીય ગરમી વધી રહી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પરિવાર અને અહેમદ પટેલની સીધી સંડોવણી હોવાનો ઘટસ્ફોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્યો હતો. ઈડીએ તેની ચોથ પુરક ચાર્જશીટમાં એવો આક્ષેપ પણ કર્યો હતો કે યુપીએ સરકારમાં મહત્વપૂર્ણ રાજકીય લોકોને જંગી કટકી ચૂકવી દેવામાં આવી છે. ઈડીની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પરિવાર અને અહેમદ પટેલની સીધી સંડોવણી રહેલી છે. મોદીએ આજે દહેરાદુનમાં એક ચુંટણી રેલીને સંબોધીને આકરા પ્રહાર કર્યા હતા. દહેરાદુનમાં રેલીમાં બોલતા મોદીએ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટના આક્ષેપોનો સીધી રીતે ઉલ્લેખ કર્યો હતો અને આ આક્ષેપોનો ઉપયોગ કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે હેલિકોપ્ટર કૌભાંડમાં વચેટિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ એપી અને અન્ય ફેમને જંગી નાણાં ચુકવ્યા હતા. ફેમ એટલે ફેમેલી શબ્દોનો સમાવેશ થાય છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે એપીનો મતલબ અહેમદ પટેલ અને ફેમનો મતલબ ગાંધી પરિવાર છે. ગુરૂવારના દિવસે ઈડી દ્વારા પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં મિશેલ દ્વારા કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ભાજપે દાવો કરતા કહ્યું છે કે અહેમદ પટેલ કોંગ્રેસના નજીકના સાથી તરીકે છે. બીજી બાજુ આજે કોર્ટમાં મિશેલે કહ્યું હતું કે તેના દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યો નથી. મિશેલે એફિડેવિટમાં આક્ષેપ કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજકીય દ્વેષભાવ માટે સંસ્થાઓનો ઉપયોગ કરી રહી છે.
ઈડીએ તેની પૂરક ચાર્જશીટમાં આક્ષેપ કરતા કહ્યું છે કે યુપીએના મહત્વપૂર્ણ લોકો, ડિફેન્સના અધિકારીઓ અને અધિકારીઓને ઓગસ્ટા વેસ્ટલેન્ડની તરફેણમાં ૩૬૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી કરવા જંગી નાણાં કટકી રીતે ચુકવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ આજે રેલીમાં આ મામલો ઉઠાવીને કોંગ્રેસ ઉપર ફરી એકવાર ભીંસ વધારી છે.
મોદીએ આક્ષેપ કરતા કહ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પરિવાર અને અહેમદ પટેલની સંડોવણી છે તેમ ઈડીની ચાર્જશીટમાં દેખાઈ આવે છે.