પાકિસ્તાનને ગુજરાતના માછીમારોને આનંદના સમાચાર આપ્યા છે. પાકિસ્તાન તેની જેલમાં કેદ માછીમારોમાંથી ૩૫૫ માછીમારોને મુક્ત કરશે. આ સમાચાર મળતા માછીમારોના કુટુંબમાં આનંદનું મોજું ફળી વળ્યું છે. મોટા ભાગના માછીમારો ગુજરાતના છે.
પાકિસ્તાન ભારતીય માછીમારોને ૪ તબક્કામાં છોડશે. હાલ પાકિસ્તાનની જેલમાં ૫૫૦થી વધુ માછીમારો કેદ છે. ગુજરાતનાં માછીમારો જ્યારે આંતરરાષ્ટ્રિય જળસીમા નજીક માછીમારી કરવા જાય છે ત્યારે અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી તેમની પકડી જાય છે અને માછીમારોને ઘણો સમય પાકિસ્તાન જેલમાં વિતાવવો પડે છે. જેના ભાગરૂપે પાકિસ્તાન પહેલા તબક્કામાં ૧૦૦ માછીમારો વાઘા બોર્ડર પર આવી જશે. બીજા તબક્કામાં ૧૦૦ માછીમારો ૧૧ એપ્રિલનાં રોજ આવશે. ત્રીજા તબક્કામાં ૧૦૦ માછીમારો ૨૨ એપ્રિલનાં રોજ આવશે અને છેલ્લા અને પાંચમા તબક્કામાં ૬૦ ભારતીયો ૨૯ એપ્રિલનાં રોજ વાઘા બોર્ડર પર આવશે. આ સિવાય સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાન જેલમાં ૪ માર્ચનાં રોજ મૃત્યુ પામેલા ગુજરાતી માછીમાર ભીખાભાઇ બાંભણીયાનાં પાર્થિવ દેહને વતન લાવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.