લોકસભા ચૂંટણીના સુરતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. શીવા ચાવડા નામના વ્યક્તિનું ફોર્મ રદ થતાં તેણે કલેક્ટર કચેરીમાં જ હાથ કાપીને શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાત કરવાની કોશિષ કરતાં તેને પકડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શિવા ચાવડાએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થતાં તેણે આવું કર્યું હતું. પુણા વિસ્તારમાં રહેતા શીવા ચાવડાએ કલેક્ટર કચેરીમાં એક હાથમાં એક અને બીજા હાથમાં ૩ ચપ્પુના ઘા મારીને કાપા કર્યા હતાં. જેથી તેને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. સિવિલમાં આપઘાતનો પ્રયાસ કરનાર શીવા કહેતો કે, ફોર્મ ખેંચવા માટે મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.