ભાવનગર મહાપાલિકા દ્વારા મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૮-૯ના રોજ વોર્ડ નંબર-૧૧ દક્ષિણ સરદારનગર વોર્ડમાં દુઃખીશ્યામબાપા સર્કલ પાસેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ કોર્પોરેટર કિશોરભાઈ ગુરૂમુખાણી, કોર્પોરેટર અનિલભાઈ ત્રિવેદી, કોર્પોરેટર દિવ્યાબેન વ્યાસ, ગીતાબેન વાજા, પદાધિકારીઓએ તથા અધિકારીઓએ મા નર્મદા રથની આરતી ઉતારી પ્રસ્થાન કરાવેલ. જે રથ ભરતનગર ચોકડી, સીતારામ ચોક, ભરતનગર આસ્થા ટેનામેન્ટ, ૪પ મી. ડી.પી. રોડ, તરસમીયા વિસ્તારમાં ફરેલ. આ રથનું જુદા-જુદા વિસ્તારોમાં ૧રરપ લોકો આ રથના કાર્યક્રમમાં જોડાયેલ અને જુદા જુદા વિસ્તારોમાં વેપારીઓ તથા સંસ્થાઓ, નગરજનોએ આરતી ઉતારી સ્વાગત કરેલ.