ચૈત્રી નવરાત્રિ પર્વનો આજથી શુભારંભ

1030

આવતીકાલથી માતાજીની પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઇ માંઇભકતોમાં ભારે ખુશી અને ભકિતનો માહોલ છવાયો છે. ખાસ કરીને જગપ્રસિધ્ધ શકિતપીઠ અંબાજી ખાતે તો ચૈત્રી નવરાત્રિને લઇ દેશ-વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુ ભકતો મા જગદંબેના દર્શનાર્થે કિડિયારાની જેમ ઉભરાશે અને માતાજીના આશીર્વાદ મેળવવા ભારે પડાપડી કરશે ત્યારે મંદિર સત્તાવાળાઓએ પણ ચૈત્રી નવરાત્રિને લઇ લાખો શ્રધ્ધાળુ ભકતો માટે દર્શન, પ્રસાદ અને સલામતી-સુરક્ષા સહિતની વિશેષ વ્યવસ્થા કરી છે. અંબાજીમાં ચૈત્રી નવરાત્રિને લઇ ભારે ભકિત, ઉત્સાહ અને આરાધનાનો માહોલ છવાયો છે. તો, અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના પ્રાચીન અંબાજી મંદિર, ભૂલાભાઇ પાર્ક સ્થિત બહુચરાજી મંદિર સહિતના મંદિરોમાં પણ માતાજીની ભારે ભકિતભાવ સાથે પૂજા-આરાધના કરવામાં આવશે. નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માતાજીના વિશેષ સાજ-શણગાર કરવામાં આવશે. જગપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબેના સાનિધ્યમાં પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે ત્યારે આ પવિત્ર પ્રસંગ નિમિત્તે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરમાં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ના બને અને તેઓ સારી રીતે મા અંબેના દર્શન કરી શકે તે હેતુથી મંદિર ટ્રસ્ટ તરફથી ખાસ સલામતી વ્યવસ્થા અને આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આવતી કાલે ચૈત્ર નવરાત્રિનો પ્રાંરભ થઇ રહ્યો છે, જે ૧૪ એપ્રિલ સુધી ચાલવાની છે. શાસ્ત્રોમાં પણ ચૈત્ર નવરાત્રિનો પણ તેનું વિશેષ મહત્વપૂર્ણ વર્ણવવામાં આવ્યું છે. કારણકે ચૈત્ર નવરાત્રિથી નવા વર્ષના પંચાંગની ગણના શરૂ થઇ જાય છે. કહેવાય છે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરાય છે અને તે બાદ ચૈત્ર નવરાત્રિ ૮ દિવસની છે. કારણકે સપ્તમી અને અષ્ટમી તિથિ એક સાથે છે. એવામાં પૂજા અર્ચના સિવાય પણ કેટલાક એવા કામ હોય છે. જેનું નવરાત્રિના દિવસે ખૂબ ધ્યાન રાખવું જોઇએ. કહેવાય છે નવરાત્રિના દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસોમાં કરવામાં આવેલા દરેક કામ સફળ થાય છે. આ કારણથી આ દિવસોમાં ગૃહ પ્રવેશ, માંગલિક કાર્ય અને સોનું ચાંદી ખરીદવું ખૂબ શુભ હોય છે. કહેવાય છે નવરાત્રિના દિવસે માતાને અત્તર અર્પિત કરવા જોઇએ અને માં દુર્ગાને અત્તર અર્પિત કર્યા બાદ તે અત્તરને માનો આશીર્વાદ સમજીને તેનો ઉપયોગ કરવો જોઇએ તેનાથી લાભ થાય છે.  નવરાત્રિના દિવસે મા તમાર ઘરે મહેમાન બનીને આવે છે આ કારણથી નવરાત્રિના દિવસે વ્રતમાં તમે તમારા માટે જે બનાવો છો તેનો મા દુર્ગાને પહેલા ભોગ લગાવો અને તે સિવાય ઘરમાં આવનાર મહેમાનો પણ જમાડ્‌યા વગર જવા ન દો. જો પરિવારમાં કોઇ સદસ્ય બીમાર છે તો નવરાત્રિમાં શિવલિંગ પર કાળા તલ અને જળ અર્પિત કરવા જોઇએ, તેનાથી પરિવારના લોકોના દરેક કષ્ટ દૂર થઇ જાય છે. ચૈત્રી નવરાત્રિ દરમ્યાન નવ દિવસ માંઇભકતો ભારે તપ, ભકિત અને આરાધના કરી માતાજીને પ્રસન્ન કરી તેમના કૃપા-આશીર્વાદ મેળવતા હોય છે.

Previous articleરાજય ભીષણ ગરમીના સકંજામાં : ગરમી હજુ વધશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે