પહેલું અઘરૂં કાર્ય અંગ્રેજો ભારત છોડે તે ગાંધીજીની મુખ્ય ભૂમિકાથી શક્ય બન્યું. અંગ્રેજોએ ભારત છોડવાની જાહેરાત સાથે જતા જતા ભારતભરનાં ૫૬૨ દેશી રજવાડાઓ સ્વતંત્ર છે. પોતાને ભારત સંઘ સાથે રહેવું. પાકિસ્તાન સાથે જોડાવું અથવા પોતાનું સ્વતંત્ર રાજ્ય જાહેર કરવું. આ જાહેરાતથી ખૂબ જ મોટી મુશ્કેલી ઉભી થઇ. આ મુશ્કેલી દૂર કરવાની જવાબદારી રીયાસત ખાતાના વલ્લભભાઇની હતી. તેમણે આ અઘરૂં કાર્ય કુનેહ પૂર્વક સમ્પન કર્યું. પરિણામે આજે આટલા બધા વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ. તેના ભાગરૂપે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનાવી તેના ઋણમાંથી મુક્ત થવા અને ભાવી પેઢીને તેમના કાર્યો જાણવા અને સમજવાની ઇચ્છા થાય. તેમના સદ્દગુણમાંથી એકાદ ગુણ પણ જીવનમાં ચરિતાર્થ કરવા પ્રયાસ, કરે તેવા શુભ આશયથી આપણે સૌ, ગુજરાત અને ભારત સરકાર પ્રયાસ કર્યો છે.
ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમને સમજાય ગયું હતું કે જે પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે તે અનુસાર અખંડ ભારતના ભારત ને પાકિસ્તાન રૂપે બે ભાગ તો નિશ્ચિતરૂપે થયા પરંતુ ૫૬૨ દેશી રાજાઓ પૈકીના અનેક સ્વતંત્ર રાજ્ય રચવા ગતિશીલ હતા. જો તેમ થયું હોત તો આજે પરિસ્થિતિ જુદી જ હોત. ભારતમાતા અનેક ટૂકડામાં વિભાજીત થયા હતો. તેમ ન થવા દેવા માટે પોતે ભારત ભરના ૫૬૨ દેશી રાજાઓમાં સૌથી પ્રથમ ભારતમાતાની એકતા – અખંડીતતા માટે પોતાનું રાજ્ય અર્પણ કરવા જાહેરાત કરી અને અનેક ઠાકોરો – રાજા – મહારાજાઓને તેમ કરવા પ્રેરણા આપી સમજાવ્યા હતા. જેથી વલ્લભભાઇનું કામ ઘણું સરળ થઇ ગયું હતું. આ પ્રસંગમાં તેમનું કાળજું સિંહનું હતું તે ચરિતાર્થ કરી બતાવ્યું.
આ ઘટના પહેલા દિલ્હીના બિરલા હાઉસમાં તા.૧૭-૧૨-૧૯૪૭ રાત્રીના ૧૧ કલાકે ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચે ખૂબ જ ટૂંકી પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ તેમાં નિર્ણય થયો તે તા.૧૫-૦૧-૧૯૪૮ના રોજ ભાવેણાના મહારાજા એ ભાવનગર ખાતે વલ્લભભાઇની હાજરીમાં વિરાટ પગલાંની જાહેરાત કરી. જેનાથી ભારતના અનેક ભાગલા અથાવ રાજ્વીસ્થાન રચાવાને બદલે પાકિસ્તાન સિવાય બચેલો ભાગ એક રહ્યો. અને અંગ્રેજોની મેલી મુરાદ બર ન આવી. ભાવેણાના રાજવીએ ભોગવી પણ જાણ્યું અને ત્યાગી પણ જાણ્યું.
આજે દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમા તૈયાર થઇ તેની પાછળ અનેક ગણી ઉંચી પ્રતિભા ધરાવતા ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કારણભૂત છે. આજે ચૈત્ર સુદ એકમનાં દિવસે તેમની પૂણ્યતિથી નિમિત્તે શત્ શત્ વંદન.