સિંધી સમાજ દ્વારા મહાપર્વ ચેટીચંડની ઉજવણી કરાશે

606

સંત પ્રભારામ જલ આશ્રમ (પરબ) રૂપમ ચોક, ભાવનગર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચંડ ચાંદના મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને ચેટીચંડ પર્વ નિમીત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દિવસે દરિયાદેવ ઝુલેલાલની પૂજા-અર્ચના કરવામાં આવશે. ચેરીચંડ પર્વને લઇ સિંધી સમાજના લોકો હાલ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. સિંધી સમાજના આરાધ્ય ભગવાન ઝુલેલાલના જન્મદિને લોકોમાં પવિત્ર દિવસે શ્રદ્ધા સભર ભગવાન ઝુલેલાલની પૂજા કરી પણાવ નાખીને પ્રસાદ ધરીને ધન્યતા અનુભવે છે. દરિયાની પૂજા કરી દરિયામાં વિસર્જન કરવામાં આવશે. આ સાથે શહેરભરના સિંધી સમાજના ભાઇઓ-બહેનો પૂજન-અર્ચન સાથે ભગવાન ઝુલેલાલનાં પ્રાગટ્યદિનની ઉજવણી કરશે. ઝુલેલાલ મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

Previous articleભાવેણાનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પૂણ્યતિથીએ શત્‌ શત્‌ વંદન
Next articleદોઢેક વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી ગંગાજળીયા પોલીસ