જાફરાબાદના નર્મદા કંપની પાસે ભારતીય મજદુર સંઘ નર્મદા સિમેન્ટ એપ્રોઇઝ કામદારોની વાર્ષિકસભાનું આયોજન થયેલ જેમાં ૧૨૫ કામદારોની સર્વાનુમતે કરણભાઇ બારૈયાની પ્રમુખ તરીકે વરણી થતા ખુશીનો માહોલ છવાયો હતો.
જાફરાબાદની નર્મદા સિમેન્ટ કંપની ખાતે ભારતીય મજદુર સંઘ આયોજીત નર્મદા સિમેન્ટ એપ્રોઇઝ કામદારોના યુનીયનની વાર્ષિકસભાનું આયોજન થયેલ જેમાં ૧૨૫ કામદારોની હાજરીમાં કામદારોના પ્રશ્નોની સેફ્ટી ચર્ચાઓ તેમજ આ વર્ષે રીટાયર્ડ થયેલ કામદારોની જગ્યાએ નવા કામદારોની ભરતી થયેલ નથી સહીતની રજુઆતો થયેલ તેમજ આ પ્રસંગે આ વર્ષની નવી કારોબારીની સર્વાનુમતે વરણીઓ થયેલ જેમાં આ વખતે પ્રમુખ તરીકે સેવાભાવી કરણભાઇ બારૈયા જે ૨૫ વર્ષથી કોળી સમાજના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તેવા નેતાની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી થતા જાફરાબાદ તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો સાથે નવા વરાયેલા કારોબારી હોદ્દેદારોમાં કાદીરભાઇ મજોઠી કાર્યવાહક, સુરેશભાઇ આર. સાંખટ ઉપપ્રમુખ, વિઠ્ઠલભાઇ એન. સાંખટ જનરલ સેક્રેટરી, નિતિનભાઇ બારૈયા આસીસ્ટન્ટ સેક્રેટરી, ભાવીન જે. સાંખટ સંગઠન મંત્રી, છગનભાઇ ટી. મકવાણા મંત્રી, જયેશભાઇ જે. ગૌસ્વામી ખજાનચી, મધુભાઇ વી. ઘુઘળવા સહ ખજાનચી અને ધીરૂભાઇ શિયાળ સહમંત્રી તરીકે સર્વાનુમતે વરણી થતા કામદારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.