ભીંગરાડ ગામે જળ સંશાધન કાર્યનું દાતાના હસ્તે ખાતમુર્હુત

1143
guj812017-2.jpg

દામનગર લાઠી તાલુકાના ભીંગરાડ ગામે જળ સંસાધન કરાયું. કાર્યનું ખાતમુહુર્ત કરતા દાતા માણેકભાઈ શામજીભાઈ લાઠીયાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું  સન્માન કરાયું. દાતા પરિવારના શામજીભાઈ લાઠીયા દ્વારા ભૂમિપૂજન અને દીપપ્રાગટય કરી માતા-પિતાના હાથે ગ્રામઉત્થાનની પ્રવૃત્તિ કરતા દાતાનું બહુમાન કરાયું.  લાઠી તાલુકા ભીંગરાડના ઉદારદિલ દાતા દ્વારા કરોડો ના સ્વ ખર્ચે ગ્રામઉત્થાન મોર્ડન વિલેઝ ભીંગરાડમાં આજે તા.૭/૧ ના રોજ જળસંસાધનનું વિધિવત ખાતમહુર્ત કરાયું. માદરે વતન માટે સખાવત વતન ના રતન માણેકભાઈ લાઠીયા દ્વારા ગામ માં સુંદર જળાશય નિર્માણ કાર્ય શરૂ કર્યું સ્વ ખર્ચે સારા માં સારી સ્કૂલ રમત ગમત માટે પ્લેગ્રાઉન્ડ ઘરડા ઘર વૃદ્ધો માટે કાયમી પ્રોષ્ટીક આહાર વિહાર ની અદભુત વ્યવસ્થા બાગ બગીચા પંચાયત ઘર સાંસ્કૃતિક હોલ ચબૂતરા અવેડા આરોગ્ય ક્લિનિક સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ માટે રોડ રસ્તા ઓ ઉધાન પર્યાવરણ વૃક્ષા રોપણ જેવી દરેક પ્રવૃત્તિઓને વેગવાન બનાવી નાના એવા ભીંગરાડ ને કાયમી શુદ્ધ મીંઠા પાણી માટે આરો પ્લાન્ટ સહિત ગામ ને તમામ સુવિધા થી સજ્જ કરવા ગ્રામઉત્થાનની કામગીરી કરી ભીંગરાડ માં પ્રવેશતાજ સુંદરતા નો અદભુત અહેસાસ થાય નયનરમ્ય દરવાજા મોટા શહેર માં હોય તેવા પ્લેગ્રાઉન્ડ કમ્પાઉન્ડ વોલ સાથે કાયમી સ્ટેઝ સુશોભિત ચબૂતરા અવેડા પાકા રસ્તા ઓ સુંદર સ્વચ્છતા ઉડી ને આંખે વળગે તેવી આદર્શ વ્યવસ્થા ઓ ના જતન જાળવણી ના હિમાયતી ગ્રામજનો સ્વંયમ સેવકો નો શ્રમ અને દાતા ના દાન નો સરવાળો બંને મળી ખરા અર્થ માં ગોકુળિયું ગામ નંદનવન બનેલ.

Previous articleદામનગર દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની સાલગિરાહ નિમિત્તે ઝુલુસ નિકળ્યું
Next articleરાજુલા આહિર સમાજની વાડી ખાતે દિલીપભાઈ બારોટ દ્વારા શાકોત્સવ