આજરોજ (સંવત ૨૦૭૫ શાકે ૧૯૪૧ જૈન સંવત ૨૫૪૫ – વસંતઋતુ) પ્રારંભ થતો ચૈત્ર માસનો શુક્લ પક્ષ તા.૧૯-૦૪-૧૯ ના રોજ ચૈત્રી પૂર્ણિમાને દિવસે પૂર્ણ થશે. આજતી શાલિવાહન શાકે ૧૯૪૧ તથા વિકારી સંવત્સરનો પણ આરંભ થઇ રહ્યો છે. આજથી નવું ચૈત્રવર્ષ શરૂ થયું છે.
આ પક્ષમાં દિન વિશેષતાની દ્દષ્ટિએ જોતાં આજે તા.૬ ગુડી પડવો- ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ – ચેટીચાંદ – તા.૭ મુસ્લિમ સાબાન (૮) મસ્ત્ય જયંતી તા.૯ શ્રી ગણેશ-વિનાયક ચતુર્થી (અંગાસી) તા.૧૦ શ્રી-પંચમી, ગુરૂવક્રી તા.૧૧ સ્કંદષષ્ઠી, તા.૧૩ દુર્ગાષ્ટમી, ભવાની માતાનું પ્રાગટ્ય તથા શ્રીરામનવમી તા.૧૪ મીનમાસ (મીનારક) સમાપ્તિ – શ્રી સ્વામિનારાયણ જયંતી -સૂર્યનો મેષ રાશીમાં પ્રવેશ તા.૧૫ સ્માર્ત-એકાદશી-એકાદશીનો ક્ષય – તા.૧૬ વૈષ્ણવ – ભાગવત એકાદશી તથા વામન દ્વાદશી, તા.૧૭ અનંગ વયોદશી – જૈન મહાવીર જયંતી, તા.૧૮ હાટકેશ્વર જયંતી – હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઉપવાસ વ્રતની પૂર્ણિમા – પૂનમ તથા તા.૧૯ ના રોજ ચૈત્રી પૂનમ – હનુમાનજીનો જન્મોત્સવ છત્રપતિ શિવાજી જયંતી – ગુડફ્રાઇડે – વૈશાખ સ્નાનનો આરંભ છે.
તા.૧૪ એપ્રિલ ૧૯ પર્યંત મીનારખ નાં કમુહુર્તો ચાલતા હોવાથી ગુજરાત-સૌરાષ્ટ્ર-મારવાડ – રાજસ્થાનમાં લગ્નથી માંડીને જનોઇ – વાસ્તુપૂજા – કળશ સ્થાપન કે ખાતમુહૂર્ત કે તેવા અન્ય માંગલિક – શુભકાર્યો થઇ શકે નહીં પણ હવે તા.૧૭ થી પુનઃ લગ્ન સીઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. ખાસ કરીને આ તબક્કા દરમ્યાન તા.૧૭-૧૮-૧૯ લગ્ન માટે તથા તા.૧૬ જનોઇ દેવા માટે શુભ નક્ષત્રો વાળા દિવસો છે. પણ વાસ્તુ – કળશ – કે ખાતમુહૂર્ત માટે આ પક્ષમાં કોઇ સંતોષકારક દિવસો આવતાં નથી.
સામાન્ય દિનશુદ્ધિની દ્દષ્ટિએ પ્રયાણ, મુસાફરી મહત્વની મીટીંગ, ખરીદી, દસ્તાવેજી કે કોર્ટ કચેરીનાં અગરતો જેવા અન્ય રોજબરોજનાં નાના મોટા અગત્યનાં કાર્યો માટે આ પક્ષમાં તા.૦૬-૦૭-૧૦-૧૧-૧૨-૧૭ તથા ૧૯ શુભ હોવાથી તેનો લાભ લેવો. તા.૦૮–૦૯-૧૩ તથા ૧૪ મધ્યમ સામાન્ય પ્રકારનાં તા.૧૫-૧૬-૧૮ અશુભ છે.
જિજ્ઞાસુ ગ્રામજનો તથાખેડૂત મિત્રોને હળ જોડવા માટે તા.૦૭-૧૦-૧૧-૧૨-૧૭-૧૯ શુભ છે. જે લોકો ઉનાળુ શાકભાજી માટે જુવાર માટે કે કંદમૂળ માટે જમીન તૈયાર કરવા માગતા હોય તેમનાં માટે તા.૦૭-૧૦-૧૫-૧૭ સારા મુહુર્ત વાળા દિવસો છે. અનાજની કાપણી-લણી કે નિંદામણ માટે તા.૦૭-૦૮-૧૦-૧૧-૧૨-૧૪-૧૫-૧૭ તથા ૧૯ માલ વેચાણ માટે તા.૦૭-૦૮, થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય અને ભુસો અલગ પાડવા માટે તા.૧૦ તથા ૧૭, માલની ખરીદી માટે તા.૦૭ તથા ૧૯ તેમજ ઘર-ખેતર કે ભૂમિની લેવડ દેવડ કરવા માગતા મિત્રો માટે તા.૧૧ માટે ભલામણ છે.
ગોચરનાં ગ્રહોનું ભ્રમણ જોઇએ તો ચંદ્ર આ પક્ષમાં મીનથી કન્યા રાશી સુધીનું ભ્રમણ પૂર્ણ કરાશે. જ્યારે સૂર્ય મીનમાં (તા.૧૪) મેષમાં મંગળ વૃષભ રાશીમાં બુધ-શુક્ર કુંભ મીન રાશીમાં, ગુરૂ-શનિ અને કેતુ ધન રાશીમાં તથા રાહુ મીથુનમાં ભ્રમણ કરશે. આ પક્ષમાં સૂર્ય-શુક્ર ઉચ્ચનાં ગુરૂ સ્વગૃહી તથા બુધ નીચસ્થ બને છે.
ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા મિત્રોને તા.૯ના રોજ ચંદ્રની મંગળ સાથે તથા રોહીણી નક્ષત્ર સાથેની યુતિ તા.૧૫નાં રોજ મંગળની રોહીણી નક્ષત્ર સાથે યુતિ તથા તા.૧૭ બુધ-શુક્રની યુતિ તથા ચૈત્રી પૂર્ણિમાનો સંપૂર્ણ ચંદ્રમાં નિહાળવામાં જરૂર રસ પડશે.
સંક્ષિપ્ત રાશી ભવિષ્ય જોઇએ તો જેની રાશી મિશુન – સિંહ કે તુલા રાશી હોય તેમને માટે શ્રેષ્ઠ ફળદાયી ગ્રહો હોવાથી સુખ, સંતોષ, પ્રગતિ, ધનલાભ તથા નવી નવી તકોનો ઉદ્દભવ સૂચવે છે. તેમને ધાર્યો કાર્યોમાં સફળતા નાણાકીય લાભ, આનંદ-ઉલ્લાસ તથા સુખદ અનુભૂતિ સૂચવે છે. કુંભ – ધન – વૃષભ અને કર્ક રાશી ધરાવતા ભાઇ-બહેનો માટે આ તબક્કો મધ્યમ પ્રકારનો હોવાથી આર્થિક ચિંતા વ્યર્થ વાવ વિવાદ, ના દુરસ્તી, દુઃખ તથા બિનાકરણ આક્ષેપોનું વાતાવરણ અનુભવાય તેમને ઉદ્દવેગ, કલહ, મહત્વનાં કાર્યોમાં વિલંબ, વિઘ્નો તથા આવકનાં પ્રમાણમાં ખર્ચ વધારે રહે.
મીન, મકર, વૃશ્ચિક તથા કન્યા રાશી ધરાવતા ભાઇ-બહેનો માટે તો આ દિવસો પ્રતિકૂળતાજનક તથા કષ્ટપ્રદ હોવાથી વ્યગ્રતા, આઘાત, પ્રત્યાઘાત, સ્વજનોમાં મતમતાંતર, ઘર્ષણ, અપયશ, કલેશ તથા નાની-મોટી બાબતોમાં વિવાદ તથા માનહાની રહ્યાં કરે.
મૂઝવતી અંગત સમસ્યાઓનાં નિરાકરણ માટે વાચક ભાઇ-બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર ફોન કરી જરૂર સમાધાન પ્રાપ્ત કરી શક્શો.