તપસીબાપુના આશ્રમે યોજાયેલી ભાગવત સપ્તાહની પુર્ણાહુતી

1182

જાફરાબાદ નજીક પ્રસિદ્ધ તપસીબાપુના આશ્રમ તપોવન ટેકરી આયોજીત મહાશિવપુરાણની પુર્ણ આહુતી પ્રસંગે હર્ષાબેન બારોટનો ભવ્ય સંતવાણી તેમજ સન્માન સમારોહ બારૈયા પરિવારે મુખ્ય યજમાનનો લાભ લીધો.

જાફરાબાદ નજીક તપોવન ટેકરી ગરીબ મંડળ દ્વારા આયોજીત મહાશિવપુરાણની આજે પુર્ણુઆહુતી અપાઈ તેમજ ગતરાત્રીએ સુપ્રસિદ્ધ ભજન સમ્રાટ હર્ષાબેન બારોટનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો શિવમહાપુરાણના મુખ્ય યજમાન જ ાફરાબાદના બારૈયા પરી વારે અમુલ્ય લાભ લીધો તેમજ શાસ્ત્રી બટુક દાદા દ્વારા લોકોપયોગી ચાબખા માર્યા કે ભારતીય સંસ્કૃતિના જતન માટે આકથાઓ તેમજ ભારતીય સંસ્કૃતિના મુળ રખેવાળો બારોટ સમાજ છે. અને રખેવાળોના રખેવાળ ૩૬ શાખાના ક્ષત્રીયો આહીરો સહિતનો ધર્મ બને છે અને હાલની દેશની પરિસ્થિતિ જોતા ભારતીય સંસ્કૃતિ બચાવનાર દેશના આગેવાન ગીતો નહી તરફ હિન્દુ સંસ્કૃતિને મિટાવવા વિદેશી તાકતોએ કમર કસી છે આવા ધાર્મિક ચાબખાઓ માર્યા કથા વિરામ વખતે રાજુલા ઉદ્યોગપતિ જે.બી. લાખણોત્રા, પ્રેસ પર્તિનિધિ અમરૂભાઈ બારોટ, તાલુકા પંચાયત સદસ્ય ઉકાભાઈ સોલંકી, મૂખ્ય યજમાનો જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ સ્થાનેથી સરમણભાઈ બારૈયા, દાદુભાઈ બારૈયા પરિવાર, કરણભાઈ બારૈયા તેમજ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના અધિકારીઓ દ્વારા શાસ્ત્રી બટુક દાદાનું સન્માન કરાયું હતું.

Previous articleઆજથી પ્રારંભ થતાં ચૈત્ર માસનાં શુક્લપક્ષનાં પખવાડીયાનાં દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ – વિવરણ
Next articleરાજુલા તાલુકાના ઠવી ગામના લોકો ૧૮મી સદીમાં જીવી રહ્યા છે