ચિત્રા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

1050

ભાવનગર શહેર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમેરાહે હકિકત મળેલ કે ચિત્રા ફુલસર લક્ષ્મણ પાર્ક પ્લોટ નં-૪૪ ના કબ્જા ભોગવટેદાર લીંબાભાઇ ઘરમશીભાઇ ચાવડા ઉવ. ૬૦ રહે. ભાવનગર ચિત્રા મીલ્ટ્રી સોસાયટી શાન્તી નંગર પ્લોટનં-૧૨૪ વિદ્યાસાગર સ્કુલ વાળા બહારથી માણસોને ભેગા કરી ગંજી-પતાના પાના વડે તિનપતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. અને જુગાર રમવા આવતા ઇસમો ને સવલતો પુરી પાડી તે પેટે  પોતાના અંગત ફાયદા સારૂ નાળ ઉઘરાવે છે.તેવી હકિકત આઘારે સદરહું જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન કુલ ચાર ઇસમો લીંબાભાઇ ઘરમશીભાઇ ચાવડા ઉવ. ૬૦, ગીરીરાજસિંહ કેસરીસિંહ જાડેજા ઉવ. ૩૭,  પ્રવિણભાઇ હરજીભાઇ સોલંકી ઉવ. ૫૦, બટુકભાઇ હરજીભાઇ ચૈાહાણ ઉવ. ૪૭  વાળા મળી આવતા તેઓ ની પાસેથી રોકડ કિ.રૂ.  ૪૭,૫૭૦/-તથા મોબાઇલ ફોન નંગ-૬ તથા મો.સા.નંગ-૩ મળી કુલ રૂ.૧,૫૧,૦૨૦/- નો મુદામાલ કબ્જે કરી તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ઘારા ૪/૫ મુજબની ફરીયાદ બોળતળાવ પોલીસ સ્ટેશનમાં નોઘાવેલ છે.

Previous articleરાજુલા તાલુકાના ઠવી ગામના લોકો ૧૮મી સદીમાં જીવી રહ્યા છે
Next articleતોતણીયાળા ગામે પરણીતાની છેડતી કરનાર શખ્સ ઝબ્બે