વલભીપુર તાલુકાના તોતણીયાળા ગામે રહેતો પરિવાર મજુરીએ ગયો હતો ત્યારે ઘરમાં એકલી રહેલી પરણીતાનો લાભ ઉઠાવી પકો વેલજીભાઈ મકવાણા નામનો શખ્સ ઘરમાં ઘૂસી પરણીતાનું બાવડુ પકડી બિભત્સ માંગણી કર્યાની વલભીપુર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવાઈ હતી. ફરયાદમાં જણાવ્યા મુજબ આ શખ્સ પરણીતાને અવાર-નવાર એકલતાનો લાભ લઈને ધાક – ધમકી આપી બિભત્સ માંગણીક રી જબરજસ્તી કરતો હતો. પોલીસે પંકજ ઉર્ફે પકુભાઈ વલેજીભાઈ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી આજે ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા તેને ૧૦ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં સોંપતા ભાવનગર જેલમાં મોકલી દેવાયો હતો.