ગત તા.૧૨-૦૯-૧૫નાં રોજ સોનલબેન સુરેશભાઇ ચાવડા શહેરના બોરતળાવ થાપનાથ મહાદેવનાં મંદિરે દર્શન કરવા ગયેલ ત્યાંથી ૯ નવ વાગ્યાના સુમારે તેમના ઘર તરફ જતા હતા તે વેળાએ સરદાર પટેલ સોસાયટી તરફના રસ્તે ચાલીને જતા હતા તે વેળાએ બોરતળાવ પાળાના પગથીયાથી નીચે ઉતરતા હતા ત્યારે મફતનગર બાજુ અંધારામાંથી આવેલા બે અજાણ્યા છોકરાઓએ ફરીયાદીને કહેલ કે તારી પાસેના પૈસા તથા મોબાઇલ આપી દે તેમ કહેતા ફરીયાદીએ પૈસા તથા મોબાઇલ આપવાની ના પાડતા બંને જણા ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીના મોઢા ઉપર મુક્કો મારી નીચે પછાડી દીધેલ અને ફરીયાદી પાસેનો મોબાઇલ તથા પર્સમાં રહેલા રોકડા રૂા.૧૯૦૦ તથા એટીએમ કાર્ડ, ચૂંટણી કાર્ડ, પર્સ સહિતની લૂંટ ચલાવેલ અને બાદમાં ઢસેડીને બાવળની કાંટમાં ધક્કો મારતા મહિનાના શરીરે કાંટા વાગેલ અને ડાબો પગ મચકોડાઇ ગયેલ અને બંન શખ્સો નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ફરીયાદી તેમના રૂમ પર જતી રહેલ અને બાદમાં બીજા દિવસે પોલીસ તપાસમાં બાજુમાં રહેતા ફરીયાદીના સંબંધી કમલેશ મકવાણા તથા સિદ્ધાર્થભાઇ બારૈયાને વાત કરતા તેઓ બોરતળાવ મફતનગર ખાતે તપાસ કરાવતા લૂંટ કરનાર છોદરાઓ પૈકી હિંમત લાભુ ચારોલીયા દેવીપૂજક (ઉ.વ.૨૯), તેનો સગોભાઇ રાજુ લાભુભાઇ ચારોલીયા દેવીપૂજક (ઉ.વ.૨૫) અને તેને મદદગારી કરનાર વર્ષાબેન પ્રેમજીભાઇ જાંબુચા (ઉ.વ.૪૫) હોવાનું ખુલવા પામતા મહિલાએ ઉક્ત શક્સો ગામે ગત તા.૧૯-૯-૧૫ ના રોજ બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે ઉક્ત આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૯૪, ૩૯૭, ૪૧૧, ૧૧૪ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ શુક્રવારે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો મૌખિક પુરાવા ૧૨, દસ્તાવેજી પૂરાવા-૧૮, વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી હિંમત લાભુ ચારોલીયા અને રાજુ લાભુ ચારોલીયા સામે ગુન્હો સાબિત માન્યો હતો અને આરોપીઓને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.