જુની બારપટોળી ગામે તળાવ ઉંડુ ઉતારવાની માંગ સાથે આવેદન આપ્યું

724
guj812017-3.jpg

રાજુલા તાલુકાના જુની બારપટોળીનું તળાવ ઉંડુ ઉતારવા ૧પ૦ સહીઓ સાથે ડેપ્યુટી કલેક્ટર ડાભીથી જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી ફાળવાઈ છે પણ આજ સુધી તંત્રના પાપે પંચાયતમાં ન ચડાવાયું. સરપંચ આતાભાઈ અને જાગૃત નાગરીક દેવાતભાઈ પર્દાફાશ કર્યો.
રાજુલા તાલુકાના ઉકડીવાળુ કહેવાતું પ૦ વર્ષ જુની તળાવ તંત્રના પાપે ૩ ગામો પાણીની વંચીત રહે છે. આ બાબતે ગામ પંચાયતના તેમજ ગામ આગેવાનો રહીશો સહિત ૧પ૦ લોકો દ્વારા પ્રથમ ડેપ્યુટી કલેક્ટર ડાભી તેમજ જિલ્લા કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર દેવાયા. જેમાં ઉલ્લેખ કરાયેલ કે આ તળાવ બાબતે સરકાર તરફથી સિંચાઈ વિભાગ દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ગામ નોંધણી મળે માટે તળાવને રીપેરીંગ માટે ઘણીવાર અપાયા જ છે અને આજ સુધી તંત્રના પાપે ગ્રામ પંચાયતમાં ગામનું તળાવ કેમ નહીં ? તેવો વેધક સવાલ અને ગ્રામજનોનો અનહદ રોષ વ્યાપી ગયો છે અને આ તળાવ ઉંડુ ઉતરે તો ત્રણ ગામની જનતાને પીવાના પાણી ઉપરાંત સીમતળમાં નીર વહેતા થાય અને દુષ્કાળની પરિસ્થિતિમાંથી બચી શકાય. ગામ લોકો આજરોજ તા.૮-૧-ર૦૧૮ને સોમવારે ફરી પાછા ખાણખનીજ વિભાગના પટેલને મળવા આવનાર છે. સ્થાનિક બાબરીયાવાડમાં નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરને ગામેગામ ગેરકાયદે ચાલતા લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડવા જાડેજા (ખાણ ખનીજ વિભાગ)ના ધામા નખાયા છે. જે એક એક ગામની ચકાસણી શરૂ કરાઈ છે. જેમાં સમઢીયાળા જેવા ગામમાં ગઈકાલે જ કૌભાંડુ પકડ્યું માટી ચોરીનું તેવું બારપટોળીનું કૌભાંડ નથી. ગ્રામ પંચાયતનું જ તળાવ. ગ્રામ પંચાયતમાં તે વખતના તંત્રના અધિકારીઓની બેદરકારીથી આજે ૩ ગામની જનતા હેરાન-પરેશાન થઈ રહી હોવાથી ધારાસભ્ય અંબરીશભાઈ ડેર પણ ગામ લોકોને લઈ જિલ્લા કલેક્ટર પાસે જવા તૈયાર થયા છે અને સરપંચ આતાભાઈ વાઘ, જાગૃત નાગરિક દેવાતભાઈ વાઘ ગામની જનતાને પોતાનું પાણી પોતાને નહીં મળે ત્યાં સુધી જપશે નહીં તેમ જણાવેલ.

Previous articleરાજુલા આહિર સમાજની વાડી ખાતે દિલીપભાઈ બારોટ દ્વારા શાકોત્સવ
Next articleરાજુલા ન.પા. સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્ને આવેદનપત્ર આપ્યું