બેંગલોર અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગનો તખ્તો ગોઠવાયો

987

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રવિવારના દિવસે બે મેચો રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ ખેલાનાર છે. વિરાટ કોહલીની ટીમ હવે આશ્ચર્યજનક રીતે સતત પાંચ મેચો હારી ચુકી છે. જેથી ટીમની વ્યાપક ટિકા થઇ રહી છે. કોહલીન ટીમ દરેક પાસામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. છેલ્લી મેચમાં ગઇકાલે જોરદાર દેખાવ બેટિંગમાં કર્યો હોવા છતાં પણ ટીમ નિષ્ફળ રહી છે.  આ મેચનુ પ્રસારણ ચાર વાગેથી કરવામાં આવનાર છે.

આગામી  સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્‌ સિંહ ધોનીતેમજ  સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. બેંગલોરની ટીમ સતત નિરાશાજનક દેખાવ કરી રહી છે. ડિવિલિયર્સ પણ હજુ સુધી તેની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યો નથી. તેની પાસેથી પણ વધારે સારા દેખાવની અપેક્ષા છે.  બંને ટીમો નીચે મુજબ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ.

દિલ્હી કેપિટલ્સ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર (કેપ્ટન), લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

Previous articleદબંગ-૩ ફિલ્મમાં મૌની રોય આઇટમ સોંગ કરવા સુસજ્જ
Next articleશાહરૂખે શેર કર્યો રસેલના બાહુબલી લુકવાળો ફોટો, આંદ્રે રસેલ બોલ્યો- મારા માટે કોઈ મેદાન મોટું નથી