શાહરૂખે શેર કર્યો રસેલના બાહુબલી લુકવાળો ફોટો, આંદ્રે રસેલ બોલ્યો- મારા માટે કોઈ મેદાન મોટું નથી

907

નવી દિલ્હીઃ આંદ્રે રસેલ પોતાની તોફાની ઈનિંગથી બેંગલોર પાસેથી જીત છીનવી લીધી હતી. રસેલે ૧૩ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા. રસેલે પોતાની આ ઈનિંગમાં ૭ છગ્ગા ફટકાર્યા હતા. રસેલની આ ઈનિંગથી તમામ બોલરો હેરાન અને પરેશાન છે અને તે વિચારવા મજબૂર થઈ ગયા કે અંતે તેની સામે કઈ રણનીતિની સાથે બોલિંગ કરવામાં આવે. કેકેઆરને ત્રણ મેચ જીતાડવામાં રસેલે મહત્વનું યોગદાન આપ્યું છે. આઈપીએલ ૧૨માં રસેલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને શુક્રવારે તેણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું.

કેકેઆરની જીત બાદ ટીમના માલિક શાહરૂખ ખાન ખુબ ખુશ નજર આવ્યો અને તેણે ટીમની પ્રશંસા કરી હતી. શાહરૂખે આંદ્રે રસેલના ફોટો સાથે ટ્‌વીટ પણ કર્યું હતું. શાહરૂખે ટ્‌વીટ કરીને ક્રિસ લિન, નીતીશ રાણા અને અન્ય ખેલાડીઓની પ્રશંસા કરી હતી. શાહરૂખે પોતાના ટ્‌વીટમાં રસેલના બાબુબલી લુકનો ફોટો પણ શેર કર્યો છે. આઈપીએલની સિઝન ૧૨ના ૧૭માં મેચમાં કેકેઆરે ૨૦૬ રનનો લક્ષ્ય હાસિલ કરી આરસીબીને પાંચ વિકેટે હરાવ્યું હતું. રસેલે કહ્યું કે, હું આ સમયે લયમાં ચાલી રહ્યો છું અને સાથીઓનો સારો સાથ મળી રહ્યો છે. મેચ બાદ રસેલે પોતાના નિવેદનમાં કહ્યું કે, વિશ્વનું કોઈપણ ગ્રાઉન્ડ તેના માટે મોટુ નથી અને તે બોલને મેદાનની બહાર મોકલી શકે છે. રસેલે કહ્યું કે, મને મારી ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું ગમે ત્યાં સિક્સ ફટકારી શકું છું. મહત્વનું છું કે શુક્રવારે રમાયેલા મેચમાં જ્યારે એક સમય મેચ બેંગલોરના પકડમાં હતો ત્યારે રસેલે એક ઈનિંગમાં બેંગલોરના સપના પણ પાણી ફેરવી દીધું હતું.

Previous articleબેંગલોર અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગનો તખ્તો ગોઠવાયો
Next articleચેન્નઈ સુપર મોટો કિંગ્સને ઝટકોઃ ઈજાગ્રસ્ત બ્રાવો બે સપ્તાહ માટે બહાર