ચેન્નઈ સુપર મોટો કિંગ્સને ઝટકોઃ ઈજાગ્રસ્ત બ્રાવો બે સપ્તાહ માટે બહાર

686

ચેન્નઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવો સ્નાયુ ખેંચાઈ જવાને કારણે બે સપ્તાહ સુધી આઇપીએલમાં રમી નહીં શકે. ટીમના બેટિંગ કોચ માઇક હસીએ આ અંગેની જાણકારી આપી. વિન્ડીઝનો ઓલરાઉન્ડર બ્રાવો ગત બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે સીએસકે ટીમનો સ્ટાર ખેલાડી છે.

હસીએ જણાવ્યું, ”હું એ વાતની પુષ્ટિ કરું છું કે બ્રાવોના સ્નાયુ ખેંચાઈ ગયા છે અને તે બે સપ્તાહ સુધી આઇપીએલની બહાર રહેશે. અમારા માટે આ બહુ જ મોટું નુકસાન છે. તેની હાજરીથી અમારી ટીમ ઘણી જ સંતુલિત રહેતી હતી અને તે શાનદાર ખેલાડી છે. અમારે હવે ટીમમાં કેટલાક ફેરફાર કરવા પડસે, પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે મજબૂત ટીમ મેદાનમાં ઉતારવા સફળ રહીશું.” ડ્‌વેન બ્રાવોએ આ સિઝનમાં અત્યાર સુધી રમેલી ચાર મેચમાં કુલ સાત વિકેટ ઝડપી છે.

 

Previous articleશાહરૂખે શેર કર્યો રસેલના બાહુબલી લુકવાળો ફોટો, આંદ્રે રસેલ બોલ્યો- મારા માટે કોઈ મેદાન મોટું નથી
Next articleસરકારી કચેરીઓમાં એક જ જવાબ ચૂંટણી પૂરી થાય પછી આવજો