રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો વાલ્મીકી સમાજની વિવિધ વ્યાજબી માંગણીઓ સાથે મામલતદાર કોરડીયાને અપાયું આવેદનપત્ર સાથે કોંગ્રેસના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ કર્યા નગરપાલિકાના કરતુતોનો જાહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા.
રાજુલા નગરપાલિકામાં સફાઈ કામદારો વાલ્મીકી સમાજના વર્ષોથી નોકરી કરતા હોવા છતા નગરપાલિકામાં કાયમી કરવા નિવૃત્ત થયા હોય તેના વારસદારોને નોકરીમાં લેવા, ચાલુ ફરજ દરમ્યાન અવસાન થયેલની જરૂરી કાર્યવાહી કરવી, હાલમાં રાજ્ય સરકારના આદેશ મુજબ છઠ્ઠા પગારપંચ બોનસ સહિત વિવિધ માંગણી અને ભાજપ સહિત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર પ્રથા બંધ કરો કારણ પાલિકા એક સફાઈ કામદારને ૯ હજાર ચુકવે છે.
જે ૧ સફાઈ કામદારને માત્ર ૪પ૦૦ જ અપાય છે આવો ભ્રષ્ટાચાર બંધ કરવા રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા અનેક ભ્રષ્ટાચારના ગટર કૌભાંડ સહિત આક્ષેપો કરાયા હતા. જે સફાઈ કામદારોની માંગણી નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેમ કોંગ્રેસના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ જણાવાયું છે.