સરકારી કચેરીઓમાં એક જ જવાબ ચૂંટણી પૂરી થાય પછી આવજો

615

લોકસભા ઈલેક્શનની કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. અત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓના સરકારી કર્મચારીઓને ઇલેક્શનની કામગીરી સોંપવામાં આવી છે. સરકારી કર્મચારીઓ આ કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે સામાન્ય નાગરિકોના સામાન્ય કામકાજ હવે ટલ્લે ચઢયાં છે.

મોટા ભાગની કચેરીઓમાં નાગરિકોને એક જ જવાબ મળે છે સાહેબ ડ્‌યૂટીમાં છે, ઈલેક્શન પછી આવજો. લોકોની ફરિયાદો વધી રહી છે. તેમને હવે ઈલેક્શન પૂરું થયા સુધી એટલે કે  મે માસ શરૂ થવાની રાહ જોવી પડશે. શહેર અને જિલ્લાના બેન્ક કર્મચારીઓને પણ ઈલેક્શન ડ્‌યૂટી સોંપવામાં આવી છે. જેના કારણે ઘણી બ્રાન્ચમાં પણ કામગીરીને અસર પડી છે. સ્ટેટ બેન્કના જ કર્મીઓને ડ્‌યૂટી આપવામાં આવી છે.

આ કર્મીઓ ટ્રેનિંગ માટે જાય છે ત્યારે સંબંધિત બ્રાંચની કામગીરી અટવાય છે. કેટલીક બેન્કોમાં સૂચનાઓ પણ મુકાઈ છે કે સ્ટાફ ઇલેક્શન ડ્‌યૂટીમાં હોવાથી બેન્કની કામગીરી આંશિક થશે, તેવી લોક ફરિયાદો ઊઠી છે. દેશ ભરમાં ૧૭મી લોકસભાનાં ઈલેક્શન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે.

Previous articleચેન્નઈ સુપર મોટો કિંગ્સને ઝટકોઃ ઈજાગ્રસ્ત બ્રાવો બે સપ્તાહ માટે બહાર
Next articleછાશનું વિતરણ કરીને આવકનો ઉપયોગ સમાજ સેવામાં કરાશે