ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ જેવી સ્થિતિ છે. હાલ ભાજપના ઉમેદવાર આશા પટેલના વિરોધમાં નારાયણ પટેલ જૂથ આવી ગયું છે.
નારાયણ પટેલ જૂથે પહેલાં આશા પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તેનો વિરોધ કર્યો અને હવે ટિકિટ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જેને લઈને મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં પણ નારાયણ પટેલ જૂથ ગેરહાજર રહ્યા હતા. જો કે, આશા પટેલે નારાયણ પટેલ તેમની સાથે હોવાની વાત કરી અને કહ્યું કે, નારાયણ પટેલ મારા વડીલ છે. મારી ભૂલ થઈ હોય તો માફી પણ માગુ છું.
મહત્વનું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં આવેલા આશા પટેલને ટિકિટ મળવાની સંભાવના છે ત્યારે ભાજપમાં નારાયણ પટેલનું જૂથ નારાજ થઈ શકે છે.