કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ફરતા બાળકોને ગરમી લાગે નહી તે માટે પગરખાં આપવાનું ભગીરથ કાર્ય ગાંધીનગર શહેર વસાહત મહામંડળ તથા અરૂણોદય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
સંસ્થાઓ દ્વારા અરવલ્લી જિલ્લાની વિવિધ તાલુકાઓની ૪૦ શાળાઓના ૩૯૦૦ વિદ્યાર્થીઓને પગરખાં આપવામાં આવ્યા હતા.
જેમાં મોડાસાની બહેરા મુંગા શાળા, પોલીટેકનીક, કસાણાની મેઘરજ સેવા મંડળ સંચાલિત શબરી કન્યા વિદ્યાલય, વિનોબાભાવે આશ્રમશાળા, નવી વનક, વડથલી, ઢીંકવા, જુનીવાંક, રોલા, હનુમાનકંપા, ઉકરડી તથા ગ્રામ્ય વિસ્તારની પાદરમહુડી, ગોરવાડા, ઘાટા, મંજીપૂર, બોરસી સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ ને પગરખાં આપવામાં આવ્યા હતા.