વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આજે ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી ભક્તોની મોટી ભીડ સવારથી જ દર્શન માટે આવી છે. મંદિરના મુખ્યપુજારી, પ્રાંતઅધિકારી અને હિસાબી અધિકારીની ઉપસ્થિતી માં ઘટસ્થાપન વિધિ સંપન્ન થઈ હતી.
ઘટસ્થાપન વિધિમાં સાત પ્રકારના અનાજ મિશ્રીત અનાજના જવેરા પણ વાવવામાં આવ્યા છે. આ ઘટસ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જોઇને ખેડુતો માટેનું વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે.