પીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત થતા બેનાં મોત નીપજ્યાં

810

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર આગળ જઈ રહેલી પીકઅપ વાનમાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ઘુસી ગઈ હતી. કારની ઝડપ એટલી બધી હતી કે, અકસ્માતને કારણે કારનો બોનેટ અને એન્જિનવાળો આગળનો આખો ભાગ કુચડો વળી ગયો હતો. જ્યારે કારની ટક્કરને કારણે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી.

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા, તેમને તાત્કાલિક રીતે પોલીસ અને હોસ્પિટલને જાણ કરી હતી. પોલીસની ટીમને માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે, કારમાં આગળની સીટમાં બેસેલી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ અકસ્માતમાં બે અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Previous articleબસના ચેસિસ-એન્જિન નંબર બદલવાનાં કૌભાંડમાં પીઆઈ સહિત ૪ પોલીસકર્મી સસ્પેન્ડ
Next articleરાજકોટ ડિવિઝનની કોઇમ્બતૂર, બાંદ્રા સહિતની ટ્રેનો આજથી મોડી ચાલશે