ભાજપના દિગ્ગજ લાલ કૃષ્ણ અડવાણી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદને જોર પકડયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલના નિવેદનો એ અમને આહત કર્યા છે, તેમણે ભાષાની મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. આપને જણાવી દઇએ કે રાહુલે શુક્રવારના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુરની રેલીમાં કહ્યું હતું કે મોદીજીએ પોતાના ગુરૂ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા છે. રાહુલને ભાષાની મર્યાદા બનાવી રાખવાની નસીહત આપતા સુષ્મા એ ટ્વીટ કર્યું, રાહુલજી, અડવાણીજી અમારા પિતાતુલ્ય છે. તમારા નિવેદને અમને ખૂબ જ આહટ કર્યા છે. કૃપ્યા ભાષાની મર્યાદા રાખવાની કોશિષ કરો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ ચંદ્રપુરની રેલીમાં કહ્યું કે હિન્દુ ધર્મમાં સૌથી જરૂરી હોય છે ગુરૂ. ગુરૂ-શિષ્યના સંબંધો હોય છે ને. મોદીજીના ગુરૂ કોણ છે અડવાણીજી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા નીચે ગુરૂને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતાર્યા અને હિન્દુ ધર્મની વાતો કરે છે.
હિન્દુ ધર્મમાં કયાં લખ્યું છે કે લોકોને મારવા જોઇએ. તેમણે કહ્યું કે ૨૦૧૯ની ચૂંટણી વિચારધારાઓની લડાઇ છે. કોંગ્રેસની વિચારધારા ભાઇચારા, પ્રેમ મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત મેળવશે.